આપણે ઘણા લોકો પાસે સાંભળ્યુ હશે કે ભગવાન વિષ્ણુ કળયુગમાં પોતાનો કલ્કી અવતાર લેશે. પણ ક્યારે અને ક્યાં અને ક્યાં નામે લેશે તો કોઈને હજુ ખબરન નથી. પુરાણો અનુસાર શાસ્ત્રોમાં 4 યુગ છે. સગયુગ, ત્રેપાયુગ, દ્વાપરયુગ અને કળયુગ.
જેમાંથી ભગવાન વિષ્ણુ કળયુગમાં પૃથ્વી પર અવતરીત થશે. આ ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર હશે. એવું કહેવામાં આવે. કલ્કી અવતાર 64 પ્રકારની કળામાં નિપૂર્ણ કરશે. કહેવાય છે કે તેઓ સફેદ ઘોડા પર સવાર થઈને આવશે અને પૃથ્વી પરના તમામ પાપોનો નાશ કરી નાખશે.

આ વાતનો ઉલ્લેખ આપણા શ્રીમદ ભાગવદમાં પણ કરવામાં આવ્યો છે. કલ્કી અવતાર હિન્દુ દેવ વિષ્ણુનો દસમો અવતાર હશે અને દુષ્ટનો નાશ કરશે.
सम्भलग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः।भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।
આ શ્લોકનો અર્થ કે ભગવાન વિષ્ણુ શંભલ ગામમાં વિષ્ણુયાશ નામનો એક બ્રાહ્મણ હશે. જેનું દિલ ખૂબ જ મોટું અને ભાવ-ભક્તિથી ભરેલું હશે. જેના ઘરે કલ્કી અવતારનો જન્મ થશે.
કલ્કી પુરાણ મુજબ શંભલા ગામમાં વિષ્ણુયાશ નામના બ્રાહ્મણના ઘરે જન્મ થશે. જેની પત્નીનું નામ સુમતી હશે. આ બંનેનો પુત્ર કલ્કી અવતાર હશે. તે ઓછી ઉંમરમાં વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરીને કલ્કી મહાપંડિત બનશે.
પુરાણમાં લગ્નનો પણ ઉલ્લેખ
પુરાણ મુજબ કલ્કીના લગ્ન બૃહદ્રથાની પુત્રી પદ્માદેવી સાથે કરવામાં આવશે. શંભલ ગામ મોરાદાબાદ જિલ્લાનું એક ગામ છે.
કલ્કી પુરાણ મુજબ તેમના હાથમાં ઝળહળતી તલવાર હશે. તેઓ દુષ્ટતાનો નાશ કરશે અને સનાતનનું રાજ્ય ફરીથી સ્થાપિત કરશે.


















































