Attitude, Attitude એ પણ એક મજા ની વસ્તુ છે સાહેબ. ક્યાં, કોની સાથે ને કંઈ પરિસ્થિતિ માં કેવો attitude રાખવો એનું જ્ઞાન આપણામાં હોવું ખુબ જ જરૂરી છે.
ઘણા લોકો પોતાની life ને Rules ને regulations થી બાંધી રાખે છે એમનું માનવું છે કે અત્યારે માણસ પર વિશ્વાસ કરવો શક્ય નથી કોઈ પણ ગમે ત્યારે જીવનમાં આવી ને આપણો ફાયદો ઉઠાવી જાય છે આ એક સામાન્ય વિચારસરણી થઈ ગઈ છે આજની પેઢી ના યુવાઓની. હવે માણસ જ માણસ પર વિશ્વાસ નઈ કરે તો પછી શુ હવે ની next Generation પ્રાણીઓ ને પોતાના દોસ્ત બનાવશે.? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તો સામે છેડે એક એવો પણ પ્રશ્ન ઉદભવે છે કે માણસ, માણસ પર વિશ્વાસ કરે પણ એ વિશ્વાસ નિભાવશે કે નઈ એની શુ ગેરેંટી..? આ પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે આજનો માણસ Emotions ને Products સાથે Compare કરતો તો થઈ ગયો છે. એને સબંધોમાં પણ ગૅરંટી વોરંટી જોઈએ છે.
મિત્રો અહીં મારું કહેવાનું તાત્પર્ય બસ એટલું જ છે કે Life ને always challenging બનાવો. તમારી life માં આવતી કોઈ વ્યક્તિ તમારા માટે સારી છે કે ખરાબ એ સમય ને નક્કી કરવા દો. તમારો attitude માત્ર એવો રાખો કે તમારી life માં આવતા દરેક વ્યક્તિનો એની ખામીઓ સાથે સ્વીકાર કરો. Atleast તમને ખબર તો પડશે કે તમેં કેટલા મજબૂત છો.? કોઈ તમારા emotions સાથે રમે છે તો તમે emotionally કેટલા strong છો તમારી જાત ને ચકાસવાનો મોકો તો આપો. તમારી life માં બનતા આવા નાના નાના incidents જ તમને વધુ ને વધુ મજબૂત બનાવશે તો એનાથી દૂર ભાગવાને બદલે એનો સ્વીકાર કરો. કોઈ વ્યક્તિ ને બદલવાની જગ્યા એને એની ખામીઓ સાથે સ્વીકારી પોતાને બદલવાનો attitude રાખો. એક દિવસ લોકો તમારા આ attitudeને અને તમને follow કરશે..!
– અલ્પેશ પ્રજાપતિ
Related