જ તેના મિત્ર પ્રિન્સીપલનો ફોન આવ્યો અને તે બોલ્યા, “આજે મેં બસ આપણી મિત્રતા જાળવવા માટે તમને હા પાડી હતી. પણ જો તમે મારી મિત્રતાનો આવી જ રીતે ફાયદો ઉઠાવવાના હો તો આ મિત્રતાની જરૂર નથી. તમારી છોકરી એન્ટ્રન્સ exam માં પણ કંઈ નહોતી બોલી. છતાં મેં તેને એડમિશન દેવડાવી દીધું. હવે આજથી આપણી મિત્રતા નથી રહી.” આમ કહી તેને ફોન મૂકી દીધો. આજે તેના પિતાને બહુ અફસોસ થતો હતો કે મેં મારી છોકરીને ક્યાંય ખુલીને બોલતા જ ન શીખવાડ્યું.
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































