ઝાંઝવાના જળ પીધાંની વાત છે,
ને વચન ખોટા દીધાની વાત છે,
લો બધા માની લઉં અપરાધ હું,
આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે?
પાંપણો પર ભાર પણ વર્તાય છે,
દુખતું હો એ કિદ્યાની વાત છે,
છે સતત ધારા અશ્રુની આંખમાં,
હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે,
ના પહોચાયું કદી દિલમાં જરા,
માર્ગ અવળો આ લીધાની વાત છે
હિંમતસિંહ ઝાલા


















































