આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા.
500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ ઉગી નીકળે છે, આ કંપની 11 વર્ષો થી રિફર્બિશમેન્ટ અને સર્ક્યુલર ઈકોનોમી ઉપર કામ કરી પર્યાવરણને બચાવવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે.
આ ઇવેન્ટ સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ હતી અને તેમાં નિમંત્રક ડો નીતા વ્યાસ, ડો ટી કાનના અમરનાથ, અને ડો અલ્પા પુરોહિત દ્વારા ખુબ સુંદર આયોજન કરાયું હતું