દુનિયામાં સૌથી વધુ પ્રચલિત આઈ ફોનના નિર્માતા “એપલ” દ્વારા જુન મહિનામાં હર વર્ષે WWDC 2019 નું આયોજન કરતુ હોય છે અને તેના અનેકે અપડેટ ડેવેલોપર અને જાહેર જનતા સાથે શેર કરતુ હોય છે, આ વખતે 3 જૂનના રોજ તે કોન્ફરન્સ શરુ થઇ રહી છે તો ચાલો જાણીયે શું હશે તેમાં નવું ?
1 – આઈ ઓએસ 13 (iOS 13) જે બીટા વરસઝનમાં આવશે અને નવા ફીચર મોબાઈલ ફોન અને ટેબ્લેટ માટે લાવશે, આ સિસ્ટમ ઓફ ઓપરેશન તમારા જુના ફોન ને પણ વધુ ઝડપી અને નવા ફીચરો થી સમૃદ્ધ બનાવશે, એપલ તેના ત્રણ પાછળ વર્ઝન માટે નવી OS ને કંપેટેબલ રાખતી હોય છે.
2 – MacOS જે એપલના લેપટોપ માટે બનાવવામાં આવી છે તેનું આગલું વર્ઝન પણ લોન્ચ થશે ( BETA ) જેમાં ગઈ વખતે લોન્ચ થયેલા ડાર્ક મોડની સાથે નવા ફીચર પણ હશે. આ ઉપરાંત ગેમિંગને લગતા ફેરફારો પણ હોય શકે છે.
3 – એપલની ઘડિયાળ જેનાથી સંચાલિત છે તેવી watchOS પણ રિલીઝ થશે જે વધુ ઝડપી નેવિગેશન ધરાવતી હશે.
4 – એપલ ટીવીની tvOS પણ લોન્ચ થશે જેમાં નવા ફીચર સાથે નવી ચેનલો કે વેબ ચેનલની યાદી પણ આપવામાં આવશે
ચાલો iGujju સાથે તો જોઈએ 3 જૂનના રોજ એપલ કયા નવા ફીચર લોન્ચ કરે છે