ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આધુનિક સમયમાં હાર્ટ સંબંધિત દર્દીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. ખરાબ લાઇફસ્ટાઇલના
કારણે યુવાનો પણ હાર્ટના રોગના શિકાર થઇ રહ્યા છે. દિલ્હીમાં પટપડગંજમાં સ્થિત મેક્સ હોસ્પિટલના હાર્ટના નિષ્ણાંત તબીબના કહેવા મુજબ ખરાબ લાઇફસ્ટાઇલ ઘાતક બની રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને અવ્યવસ્થિત રીતના કારણે દર્દીઓ પરેશાન થયેલા છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા આને લઇને ચિંતા વધી રહી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં એક સમાન તકલીફ વધી રહી છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે યુવા વર્ગમાં ખતરો સતત વધી રહ્યો છે.
પુરૂષ અને મહિલા બન્ને માટે આ બાબત ખતરનાક બનેલી છે. નિષ્ણાત તબીબો કહે છે કે સૌથી વધુ મોત દુનિયામાં હાર્ટ અટેક અને હાર્ટ ફેલ થવાના કારણે થાય છે. વિશ્વભરમાં આશરે ૧.૭૦ લાખ લોકોના મોત હાર્ટની બિમારીના કારણે થાય છે. આવી જ રીતે ભારતમાં ૩૦ લાખ લોકોના મોત સીવીડી કાર્ડિઓ વેસ્ક્યુલર બિમારીના કારણે થાય છે. જેમાં હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોક પણ સામેલ છે. નિષ્ણાંત તબીબો કહે છે કે સામાન્ય રીતે વ્યસ્ત રહેલી લાઇફસ્ટાઇલના કારણે યુવા શારરિક ગતિવિધી પર વધારે ધ્યાન આપી શકતા નથી. જેના કારણે કાર્ડિયોવેસ્કુયલર ડીસિઝ, ટાઇપ બે ડાયાબિટીસ અને સ્થુળતા જેવી બિમારીનો ખતરો બે ગણો રહે છે. તે હાઇ બ્લડ પ્રેશર લિપિડ લેવલ્સને પણ વધારી દે છે.
જે સીધી રીતે હાર્ટની બિમારી સાથે જાડાયેલ રહે છે. હાથમાં જુદા જુદા પ્રમાણમાં બ્લડપ્રેશરના સીધા સંબંધ હાર્ટ એટેકના ખતરા સાથે છે. ડાબા હાથમાં રહેનાર બ્લડપ્રેશર જમણા હાથ કરતાં અલગ છે તો હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો રહેલો છે. આજે પ્રકાશિત કરવામાં આવેલા નવા લેન્ડસેટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે હાથની વચ્ચે જુદા જુદા બ્લડપ્રેશરનું પ્રમાણ વેસક્યુલર રિસ્ક અને મોત વચ્ચે સીધા સંબંધ ધરાવે છે. આ પ્રકારના તારણો બંને હાથના બ્લડપ્રેશરની ચકાસણી માટે કરવામાં આવતી વાતને સમર્થન આપે છે. હાથની વચ્ચે પ્રતિકાત્મક બ્લડપ્રેશર અલગ અલગ હોવાની સ્થિતિમાં ચકાસણીની વાત કરવામાં આવ્યા બાદ વધુ પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે.
અભ્યાસના ભાગરૂપે જુદા જુદા બ્લડપ્રેશરને આવરી લેતા ૨૮ પેપરોની ચકાસણી કરવામાં આવી હતી. આમા જાણવા મળ્યું કે ૧૫ એમએમ એચજી અથવા તો વધુના અંતરનો સીધો સંબંધ વેસક્યુલર રોગના ખતરા સાથે સંબંધિત છે. લોહીના પુરવઠાનોપણ આની સાથે સીધો સંબંધ છે.સામાન્ય રીતે અમે એક હાથમાં બીપીની ચકાસણી કરાવીએ છીએ. ડાયાબીટીશના કેસમાં અમે બંને હાથ અને પગમાં ચકાસણી કરાવીએ છીએ. સામાન્ય રીતે ભારતમાં ૩૦ ટકા દર્દીઓના બંને હાથ વચ્ચે ૧૦ એમએમ એચજી અંતર છે. જા કે બંને હાથમાં બીપી ચકાસણી એક સામાન્ય કવાયત છે. આના પાળવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇÂન્ડયાના પ્રમુખ કાર્ડિયોલોજીસ્ટે કહ્યુ છે કે એક દર્દી પ્રથમ વખત આવે છે ત્યારે ચારે હાથપગમાં બીપીની ચકાસણી કરવામાં આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાથમાં બ્લોકેઝ બેઈન વેસલ્સ અને હાર્ટની ધમનીઓમાં બ્લોકેઝ સાથે સંબંધ ધરાવે છે.જુદા જુદા પ્રકારના પોષક તત્વો ધરાવતાં ફ્રૂટ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે.
હવે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટના આરોગ્યને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્ડિયો હેલ્થ સાથે સફરજનના સીધા સંબંધો રહેલા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ફાર્મા કોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા છે. નાઈટ્રિક ઓક્સાઈડ (એનઓ) ઉત્પાદન પર સફરજનની અસરમાં અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રકારના પોષક તત્વો હાર્ટ માટે ઉપયોગી સાબિત થાય છે. કે ઇન્ડોથેલિયમના નાઈટ્રિક ઓક્સાઈડ ઉત્પાદન કરવામાં તથા બ્લડ વિસલ સાથે સંબંધ રહેલા છે. વિટામીન પી અને સીલટ્રીન તરીકે જાણીતા ફ્લેવોનોઈડ સફરજનના સ્કીન ઉપર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.