વિરાટ કહોલી એ ઘેઘુર દાઢી ટ્રેન્ડ લાવનાર ક્રિકેટર ગણાય છે, તેની સ્ટાઇલને ઘણા ક્રિકેટરોએ ફોલો કરી અને યુવા પેઢે માં દાઢી વધારવાનો ક્રેઝ વ્યાપી ગયો
શું તમને પણ તેવી દાઢી જોઈએ છે ? તો ચાલો આજે iGujju માં આપણે જોઈએ આયુર્વેદિક ઉપચાર કે જેના દ્વારા દાઢી અને મૂછનો ગ્રોથ વધે છે.
- ચહેરા પર રોજ 10 થી 15 મિનીટ આમળાના તેલથી માલીશ કરો, આવું કરવાથી ચહેરો સોફ્ટ થશે અને જલ્દી દાઢી આવી જશે.
- તજના પાવડરમાં લીંબુના ટીંપા નાંખીને પેસ્ટ બનાવો બાદમાં ચહેરા પર લગાવીને ધોઇ લો. અઠવાડીયામાં બે વાર આ પ્રયોગ કરવો જોઇએ.
- રોજ રાત્રે કાચુ દુધ દાઢી પર લગાવી લો અને સવારે ધોઇ લો. રોજ આવુ કરવાથી ઝડપથી દાઢી વધશે. એક ગ્લાસ દુધ પણ પીવું જોઇએ.
- 5 થી 6 મીઠા લીમડાના પાનને નાળીયેરના તેલમાં ગરમ કરી લો. બાદમાં આ તેલથી મસાજ કરવાથી દાઢી ભરાવદાર લાગશે.
- રોજ ગાજરનું જ્યુસ પીવું જોઇએ.
- મધમાં કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી દાઢી અને મૂછ વધવા લાગશે.
હવે આ ઉપચારની મદદથી દાઢી અને મૂછનો ગ્રોથ વધશે. તો ચાલો મોંધી દવાઓની જગ્યાએ આ આયુર્વેદિક ઉપચાર અપનાવો.