ટ્રાવેલિંગનો ગેટ અપ નક્કી કરતા પહેલા તે આવલોકન કરો કે તમે કાયા પ્રયોજન સાથે અને કઈ જગ્યાએ જય રહ્યા છો. જ્યારે તમે ટ્રાવેલ પેકિંગ કરો છો ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખો કે તમારે કેટલાં દિવસ માટે ફરવા જવાનું છે. ટ્રીપનો હેતુ શું છે…બિઝનેસ ટૂર છે કે ફેમિલી સાથે ફરવા માટે જાવ છો…જગ્યા … સિઝન અને સમય પ્રમાણે પેકિંગ કરવું જોઈએ.
ઘણાં લોકો ચાર દિવસની ટ્રીપમાં એટલો બધો સામાન લઈ જાય છે કે જાણે મહિનો રહેવાનું હોય છે. તો બીજી તરફ ઘણાં લોકો દસ દિવસની ટ્રીપમાં બે દિવસનો જ સામાન લઈ જાય છે. આ સમયે તમે જ્યાં જવાનાં છો તે જગ્યાએ તમારે દિવસ અને રાતનાં કેટલાં કપડાં જોઈશે તેની ગણતરી કરો. જેમાં કેટલા કપડાં કેટલીવાર રીપીટી કરી શકશો તે પણ જોઈ લો. જેમકે જીન્સ, નાઈટ ડ્રેસ, જેકેટ વગેરે…
હવે આ દરેક ડ્રેસ સાથે તેની મેચિંગ એસેસરીઝ અને પર્સનલ ગાર્મેન્ટ રાખી લો. એસેસરીઝમાં બને તેટલી રીપીટ કરી શકાય તેવી કોમન રાખો. જેમકે વોચ, હેર એક્સેસરી, શુઝ, ફૂટવેર વગેરે…
બેગની અંદર અલગ અલગ પાઉચ રાખો. જેમાં એક પાઉસમાં મોર્નિંગથી લઈ નાઈટ સુધીની નીડ જેમકે ટૂથ પેસ્ટ, બ્રશ, શેવિંગ કિટ, સેનેટાઈઝર, શેમ્પૂ વગેરે…
એક પાઉચમાં પરફ્યૂમ, નેપકીન, હેન્કરચીફ, વીક્સ, દવાઓ વગેરે જેવી વસ્તુઓ મૂકી શકો છો. એક મોટા પાઉચમાં ચાર્જર, પાવરબેન્ક, સેલ, કાર્ડ રીડર વગેરે જેવી વસ્તુઓ મૂકી શકો છો.
એક મોટી બેગ યુઝ્ડ કપડાં અને વસ્તુઓ માટે રાખવી જોઈએ. નાસ્તા અને પાણીની બેગ સૌથી ઉપર રાખવી જોઈએ.
જો તમે ફ્લાઈટથી જરની કરવાના હોવ તો પાસપોર્ટ અને આઈ ડી પ્રૂફ હેન્ડબેગમાં હાથવગા જ રાખો. જો તમને નોટ કરવાની ઈચ્છા હોય તો પેપર પેડ અને પેન તથા મોબાઈલ સાથે રાખો. તમારે જ્યાં જ્યાં જવાનું છે તે અંગેની બેઝિક માહિતી અને મેપ પણ સાથે રાખો.