આપણે જે ફ્રૂટ વિશે વાત કરવાના છે તે ઓળખાય છે ઓલિવ તરીકે. લગભગ 90% ઓલિવનો ઉપયોગ ઓઇલ બનવા માટેજ થાય છે.તે 70 થી 80%જેટલા પાણીનો ભાગ ધરાવે છે. ઓલિવ સામાન્ય રીતે સ્વાદમાં કડવા હોવાથી તેને ડાયરેક્ટ ઉપયોગમાં લેવા યોગ્ય નથી,પરંતુ આથો આપીનેને તૈયાર કરેલા ઓલિવ ખાય શકાય છે. ઓલિવ ઉચ્ચ પ્રમાણમાં વિટામિન E ,આયર્ન અને કોપર,ફાઈબર વગેરે થી ભરપૂર જોવા મળે છે.તે એન્ટી ઑક્સિડેન્ટનો બેસ્ટ સ્ત્રોત છે.
જાણીએ તેના પોષક મૂલ્ય વિશે.
- કેલરી 110
- પાણી 70 થી 80 %
- પ્રોટીન 0.7g
- સુગર 00
- ફાઈબર 3.1g
- ફેટ 10.5g
- ઓમેગા 3 0.05g
- ઓમેગા 6 0.83g
ઓલિવ એન્ટી ઑક્સિડેન્ટ અને ફેટ્ટી એસિડનો ભરપૂર સ્ત્રોત છે, ઓલિવ ચામડીના કેન્સર થી અને અકાળે આવતા વૃદ્ધત્વથી ત્વચાની રક્ષા કરે છે. ડાયરેક્ટ ઓલિવ ઓઈલને તમે ત્વચા પર પણ લગાવી શકો છો. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.