આંતરરાષ્ટ્રીય સમસ્ત ખડાયતા સમાજ માટે ખડાયતા યુવક- બોમ્બે દ્વારા આયોજિત ત્રિભુવન એવોર્ડ ૮૧ વર્ષ થી ઉજવવામાં આવે છે. જેમાં શાહ રતિલાલ કેશવલાલ તલોદ વાળા મોડાસા એકડા દશા ખડાયતા માં એવોર્ડ વિજેતા થયા તે બદલ હાર્દિક અભિનંદન. જેમાં સામજીક,ધાર્મિક, શૈક્ષણિક,જન સેવા, પ્રભુ સેવા, લેખન કાર્ય અલગ-અલગ પ્રવૃતિમાં કામ કરેલા એ બદલ વિજેતા થાય છે. આ આપણા તલોદ માટે ગૌરવ લેવા જેવું છે.

સમાજ ના અગ્રગણ્ય વ્યક્તિ મો. એ. દ. ખ…. વસ્તી પત્રક સમિતિ ના માજી પ્રમુખ, ત્રિભુવન એવોર્ડ વિજેતા ૮૦ વર્ષ ની વયે નિરોગી શાહ રતિલાલ કેશવલાલ નો જીવન સંધ્યા કાર્યક્રમ તેમના પરીવારજનો, કુટુંબીજનો ,તલોદ દશા ખડાયતા સમાજ ,સગા સ્નેહીજનો સાથે મળી સહભાગી બન્યા હતા. અને કાર્યક્રમ નું આયોજન ૩૧/૧૨/૨૦૨૩ ના રોજ પાલવ હોટલ માં ઉજવામાં આવ્યો હતો. તલોદ ના અગ્રગણ્ય યેવલાબીડી પરીવાર ના શેઠ શ્રી હિતુભાઈ , તલોદ કોલેજ માજી પ્રિન્સિપાલ ડૉ. જે.સી.પટેલ. , પ્રોફેસર અમુતભાઈ એમ શાહ , રમેશભાઈ જે શાહ તથા સમાજ ના ભાઈ બહેનો વસ્તી પત્રક સમિતિ ના માજી પ્રમુખ શ્રી ઓ ડૉ મુકુન્દભાઈ વી શાહ , અમૃત ભાઈ એન શાહ ,વૃંદાવન જે શાહ (વૈષ્ણવ) વિનોદભાઈ એમ શાહ, હર્ષદભાઈ જે શાહ ,દીપક ભાઈ ડી શાહ તેમજ સમાજ ના અગ્રગણ્ય ડૉ સુરેશભાઈ , પુરષોતમ એસ શાહ ,દીપક આર શાહ,ભાવિનભાઈ ,બિપીનભાઈ તેમજ શાસ્ત્રી એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા .
તેઓ શ્રી ૧૯ વર્ષ ની વયે પંચ મળતું હતું ત્યાર થી ૮૦ વર્ષ ની વયે ત્રિભુવન એવોર્ડ મેળવ્યો ત્યાં સુધી તેઓ ધાર્મિક સામાજિક ગામ વિકાસ અને કવિ તરીકે આપેલી સેવા ને બિરદાવી કુટુંબજનો સન્માન પત્ર અને સાલ આપી બહુમાન કર્યું હતું. ધણા વ્યક્તિઓ સાલ આપી સન્માન કર્યું હતું.
સવાર ૯ વાગ્યા થી શાસ્ત્રી ની પૂજન વિધિ થી મંગલા ચરણ દીપ પ્રાગટ્ય પ્રાસંગિક પ્રવચન આભાર વિધિ કરી ૧.૩૦ વાગે પ્રસાદ લઇ સૌ વ્યકિત છુટાં પડ્યાં હતાં તેમજ તેમના પરિવારજનો કુટુંબ દીઠ આવેલા તમામ મહેમાનો સિક્કા આપી સૌ વ્યકિત છુટાં પડ્યાં હતાં.
આકાશ ભાઈ એ તમામ કાર્યકમ નું આયોજન કર્યું હતું.


















































