ક્યારેક તું હું થઈ જાતો વિપલમાં
ક્યારેક હું તું થઈ જાતો ને?
ખેલ આ રાતદિવસ અહીં ચાલે
કે કયારે શું બનશે,કહી શકો ના.
નામ પણ યાદ નહીં આવે ને
આ રૂપ પણ કયાં રહેશે એ સમયમાં?
પલપલ શૂન્યમાં સરકી જાતી
ને સ્થાન પણ સ્થિર રહી શકતું ના.
સંબંધ આ કેવો અદ્ભુત છે કે
તું હું ને હું તું થાતો જલમાં.
દ્રશ્ય આ નેત્ર બતાવે છે ખોટું
ને શબ્દ પણ સાંભળતો હું જુઠ્ઠા
સુગંધ એક સ્પર્શ આપે છે પલમાં
રસાધિરાજ રસમય કરતો વિપલમાં.
હરીશ દાસાણી.મુંબઈ


















































