આજના બેઠાડુ જીવનમાં સાંધાનો દુખાવો ખુબજ કોમન બીમારી બની ગઈ છે. ચાલીસ વર્ષ સુધી પહોંચતા પહોંચતા મોટાભાગના લોકોમાં તે જોવા મળે છે !!
સામાન્યતઃ સાંધાનો દુખાવો લગભગ દરેક સિનિયર સિટીઝનને હોય છે. તેના લીધે તે ખુબ પરેશાન રહે છે અને તેમને ખૂબ દુખે પણ છે. સાંધાનો દુખાવો અત્યારના સમયમાં સિનિયર સિટીઝન સિવાય યુવા પેઢીને પણ થાય છે.
જો તમારે સાંધાના દુખાવાથી બચવું હોય તો આયુર્વેદિક રીતે પ્રમાણિત થયેલા અમુક ઘરેલુ ઉપાય iGujju લાવ્યા છે તે તમારે અપનાવા જોઇએ…
- સવારે ઉઠતાની સાથે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઇએ. સામાન્ય રીતે 7.30 વાગ્યા ની આજુ બાજુ સારો સમય ગણી શકાય
- દુખાવા માટે જો કોઈ ઓઇન્મેન્ટ વાપરતા હોવ તો તેની ટેવ ના પડવા દેવી, જરૂરિયાત મુજબજ વાપરવું
- દસ થી પંદર મિનીટ સવારે સૂર્યના તડકામાં બેસવું જોઇએ. સામાન્ય રીતે કુમળો તડકો લેવો
- નાહ્તા પહેલા જ્યાં તમને દુખે છે ત્યાં તેલથી માલિશ કરવી જોઇએ.
- બપોરે 12.30 વાગે અને સાંજે 7.30 વાગ્યા પહેલા જમી લેવું જોઇએ.
- જમતા પહેલા ટામેટા કે શાકભાજીનું સૂપ પીવું જોઇએ. જે કુદરતી રીતે હાડકાઓને શક્તિ આપે છે
- સલાડ રેગ્યુલર ખાવું જોઇએ અને લીલા શાકભાજી રેગ્યુલર ખાવા જોઇએ.
- જમતી વખતે પાણી ના પીવું જોઇએ.જમ્યાના 30 મીનીટ પછી લઇ શકાય જો ખોરાકમાં લીકવીડ પણ હોય તો
- દિવસમાં એક વાર સૂંઠને પાણીમાં નાંખી ઉકાળવું અને તે પાણી પીવું જોઇએ.
- જમતી વખતે પાણીની જગ્યાએ છાશ અથવા મઠ્ઠો લેવો જોઇએ.
- સાંજે ફળોનો રસ પીવો જોઇએ.
- રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ અવશ્ય પીવું જોઇએ.
સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે આ ઘરેલૂ ઉપાય અપનાવવા જાઇએ. આજના જમાનામાં દરેક રોગ જલ્દી થવાની શક્યતા રહે છે. યોગ્ય આહાર લેવાથી બિમારીઓથી બચી શકાય છે. તો ચાલો ઉપરોક્ત ટેવને જીવન માં સ્વાસ્થ્ય સાથે વણી લઇયે અને સાંધા ના દુખાવાનો પ્રતિકાર કરીયે