દરેક ગૃહિણીને જેટલી ચિંતા ઘરને સજાવવાની હોય છે, તેટલી જ ચિંતા ઘરને મેઈન્ટેન કરવાની પણ રહે છે. તેમાં પણ ઈલેક્ટ્રિક ઉફકરણો અને ગેસ સિલિન્ડર તકેદારી માંગી લે તેવી બાબત છે. કેમકે આ બે વસ્તુમાં થોડી પણ બેદરકારીથી નુકશાન ભોગવું પડી શકે છે. તેમાં પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ ખૂબ જ સાવધાની માંગી લે તેવો વિષય છે. ગૃહીણીઓ મોટા ભાગનો સમય રસોડા સિલિન્ડર પાસે જ રહેતી હોવાથી સાવચેતી અનિવાર્ય બને છે. આપણે અહીં એવી જ કેટલીક ટિપ્સ જોઈએ.
- સિલિન્ડરને હંમેશા સીધો જ રાખવો જોઈએ. તેને ક્યારે પણ નીચે આડો ન રાખવો. તેમ કરવાથી દુર્ઘટના પણ ઘટી શકે છે.
- રસોડામાં હવા આવવા જવા માટે હવાદાર બારીઓ પણ જરૂર હોવી જોઈએ. જેનાથી એલપીજી રસોડામાં એકત્ર ન થાય.
- રાત્રે સૂતા પહેલા ગેસનું રેગ્યૂલેટર નૉબ બંદ કરી નાખવું.
- જ્યાં સિલિન્ડર રાખ્યો હોય તે જગ્યા સૂકી હોવી જોઈએ.
- સિલિન્ડરમાં પ્રયોગ થતા રેગુલેટર અને ટ્યૂબ્સની સમય-સમય પર તપાસ કરતા રહેવા જોઈએ. તેને જરા પણ ખરાબી લાગે તો તરત જ તેને બદલી નાખો.
- ગેસની રેગ્યૂલેટર અને પાઈપ હંમેશા સારી કંપનીના જ ઉપયોગ કરવા.
હાલ માં સુરત માં થયેલી આગજની થી પણ શીખવા જેવું છે કે આપણે ઘર માટે પણ તકેદારી રાખવી જરૂરી બને છે.