સોશિયલ મીડિયા એ સારા અને નરસા બંને પાસ ધરાવતું સાધન છે જે તેના ઉપીયોગ કરનારની આવડત ઉપર આધાર રાખે છે !! આ સંદર્ભે અમદાવાદ ખાતે આવેલા ફ્રેન્કફીન એવિએશન ટ્રેનિંગ ઇન્સિટિટ્યૂટ ખાતે એક સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અનેક વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા વિષે અને તેના પ્રોડક્ટિવ ઉપીયોગ વિષે માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું, આ સેમિનાર માં 150 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા ટેક્નોલોજી નિષ્ણાત, સિક્સ સિગ્મા ટ્રેનર અને સોશિયલ મીડિયા એક્સપર્ટ વિઝન રાવલે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા વિષે સમજાવ્યું હતું, સોશિયલ મીડિયાને એડિક્શન કે ટેવ બનતું રોકવાના ઉપાયો અને તેના પોઝિટિવ ઉપીયોગ કરી અને કરિયરમાં કેવીરીતે સફળતા મેળવી શકાય તે વિષે ઊંડાણ પૂર્વકની સમાજ આપી હતી.
તેઓએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટ્ટરની સાથે લિંક્ડઇન, ક્વોરા અને ગૂગલ સ્કોલર સર્ચ જેવા પ્લેટફોર્મનો ઉપીયોગ કરી ગમ્મત સાથે જ્ઞાનનું બેલેન્સ કરવાની ટિપ્સ આપી હતી. તે ઉપરાંત તમારું એકાઉન્ટ કેવીરીતે સેફ રાખવું, હેશટેગ અને મેન્શનનો ઉપીયોગ કેવીરીતે કરવો તથા ટ્રેન્ડ અને ફેક ન્યુઝ કે અફવાને કેવીરીતે ઓળખવી તેના વિષે પણ સમજણ આપી હતી.
ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટના ડિવિઝન હેડ જક્ષા દીક્ષિતે જણાવ્યું હતું કે આ સેમીનારથી વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા વિશે ખુબજ સારું માર્ગદર્શન મળ્યું હતું અને સોશિયલ મીડિયા ઉપર કઈ રીતે સાવચેતી રાખી અન્ય દૂષણોથી દૂર રહી શકાય તે જાણવા મળ્યું હતું, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો આ સેમિનારમાં આપવામાં આવેલી માહિતીને અનુસરવામાં આવે તો દરેક વિદ્યાર્થી પોતાના કેરિયર અને લર્નિગ સ્કિલને ખુબ આગળ ધપાવી શકે છે.
સેમીનાર બાદ વિદ્યાર્થીઓએ પોતાની પ્રોફાઇલને લગતા ડાઉટ્સ અને ટેક્નિકલ પરેશાનીઓ પણ સ્પીકર Vision Raval સાથે શેર કરી તેના ઉપાયો જાણ્યા હતા અને ઈમ્પ્રુવમેન્ટ માટે માર્ગદર્શન મેળવ્યું હતું . આવા સેમિનાર દ્વારા યુવાન વર્ગને વધુ અસરકારક રીતે સોશિયલ મીડિયાનો ઉપીયોગ અને તેમાંથી મળતી માહિતી દ્વારા સ્વ વિકાસ કરવાની તક પુરી પાડી હતી.