Wednesday, September 16, 2026

Tag: MODI

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની 56 મુખ્ય વાતો

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની 56 મુખ્ય વાતો

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ ...

પ્રધાનમંત્રીનો પત્ર

પ્રધાનમંત્રીનો પત્ર

મારા પ્રિય સ્નેહીજન, આજથી એક વર્ષ અગાઉ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ જોડાઈ ગયું હતું. દેશમાં દાયકાઓ પછી કોઈ પણ સરકારને સતત બીજી વાર સંપૂર્ણ બહુમતી આપીને જનતા જનાર્દને દેશની ધૂરા સંભાળવવાની જવાબદારી  સુપરત કરી હતી. આ પ્રકરણમાં તમારી બહુ મોટી ભૂમિકા રહી છે. આ સ્થિતિસંજોગોમાં આ દિવસ મારા માટે, આ પ્રસંગ મારા માટે તમને નમન કરવાનો છે, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો. જો સ્થિતિસંજોગો સામાન્ય હોત, તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હોત. પણ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓમાં હું તમને આ પત્ર દ્વ્રારા તમારા ચરણોમાં પ્રણામ કરું છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ગયા વર્ષે તમારા સ્નેહ, શુભાશિષ અને તમારા સક્રિય સહયોગે મને સતત એક નવી ઊર્જા, નવી પ્રેરણા આપી છે. આ દરમિયાન તમે લોકશાહીની જે સામૂહિક શક્તિના દર્શન કરાવ્યા અને અત્યારે સંપૂર્ણ વિશ્વ માટે એક દ્રષ્ટાંત બની ગયું છે. વર્ષ 2014માં તમે, દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે મતદાન કર્યું હતું, દેશની નીતિ અને રીતિ બદલવા માટે મતદાન કર્યું હતું. વીતેલા પાંચ વર્ષમાં દેશને જડ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતા જોયો છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અંત્યોદયની ભાવનાની સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે વહીવટી વ્યવસ્થામાં પરિવર્તન જોયું છે, લોકોએ એને અનુભવ્યું છે. આ સમયગાળા દરમિયાન એક તરફ વિશ્વમાં ભારતની આન-બાન-શાનમાં વધારો થયો, બીજી તરફ અમે ગરીબોના બેંક ખાતા ખોલીને, તેમને મફત ગેસ કનેક્શન આપીને, વીજળીનું મફત કનેક્શન આપીને, શૌચાલય બનાવીને, ઘર બનાવીને, ગરીબોની ગરિમા પણ વધારી. આ સમયગાળામાં  સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, એર સ્ટ્રાઇક થઈ  હતી, તો અમે વન રેન્ક વન પેન્શન, વન નેશન, વન ટેક્સ – GST, ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવ (MSP) વધારવાની માંગણીઓ પણ પૂરી કરવા માટે કામ કર્યું. એ કાર્યકાળ દેશની અનેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમર્પિત રહ્યો હતો. વર્ષ 2019માં તમારા આશીર્વાદ, દેશની જનતાના આશીર્વાદ, દેશના વિરાટ સ્વપ્નો માટે હતો, આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે હતો. આ એક વર્ષમાં સરકારે કરેલા નિર્ણયો આ જ વિરાટ સ્વપ્નોની ઉડાનના છે. અત્યારે જન-જન સાથે જોડાયેલી જનમનની જનશક્તિ, રાષ્ટ્રશક્તિની ચેતનાને પ્રજ્જવલિત કરી રહી છે. ગયા એક વર્ષ દરમિયાન દેશે સતત નવા સ્વપ્નો જોયા છે, નવો સંકલ્પ કર્યો છે અને આ જ સંકલ્પનો સિદ્ધ કરવા માટે સતત નિર્ણય લઈને એક પછી એક પગલાં પણ લીધા છે. ભારતની આ ઐતિહાસિક સફરમાં દેશનો દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સપેરે અદા કરી છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ આ મંત્રને લઈને અત્યારે દેશ સામજિક કહો કે આર્થિક, વૈશ્વિક કે આંતરિક – દરેક દેશમાં આગેકૂચ કરી રહ્યો છે. પ્રિય સ્નેહીજન, છેલ્લાં એક વર્ષમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો વધારે ચર્ચાસ્પદ રહ્યાં છે અને આ કારણે આ ઉપલબ્ધિઓ યાદ રહે એ બહુ સ્વાભાવિક છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે કલમ 370ની વાત હોય, સદીઓ જૂનાં સંઘર્ષના સુખદ પરિણામ – રામમંદિરના નિર્માણની વાત હોય, આધુનિક સમાજ વ્યવસ્થામાં અવરોધરૂપ બનેલી ટ્રિપલ તલાકની કુપ્રથાની વાત હોય, કે પછી ભારતની કરુણાનું પ્રતીક નાગરિકતા સંશોધન કાયદો હોય – આ તમામ ઉપલબ્ધિઓ તમને બધાને યાદ છે. એક પછી એક ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણયો, અનેક પરિવર્તનો એવા પણ થયા છે, જેણે ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે, નવા લક્ષ્યાંકો આપ્યાં છે, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચનાએ સેના વચ્ચે સમન્વયને વધાર્યો છે, તો મિશન ગગનયાન માટે પણ ભારતે પોતાની તૈયારીઓને વેગ આપ્યો છે. આ દરમિયાન ગરીબોને, ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને સશક્ત કરવા અમારી પ્રાથમિકતા રહી છે. અત્યારે પીએમ કિસાન સમ્માન ભંડોળનો લાભ દેશના દરેક ખેડૂતને મળે છે. છેલ્લાં એક વર્ષમાં આ યોજના અંતર્ગત 9 કરોડ 50 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 72 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. દેશના 15 કરોડથી વધારે ગ્રામીણ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પાઇપથી મળે એ માટે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે. આપણા 50 કરોડથી વધારે પશુધનનું સ્વાસ્થ્ય સુધારવા માટે મફત રસી આપવાનું મોટું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો, ખેતમજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિત સાથીદારો – આ તમામ માટે 60 વર્ષની વય પછી નિયમિત રીતે રૂ. 3,000નાં માસિક પેન્શનની સુવિધા સુનિશ્ચિત થઈ છે. આવું દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું છે. માછીમારોની સુવિધા વધારવા માટે તેમને મળતી સુવિધાઓ વધારવા અને બ્લૂ ઇકોનોમીને મજબૂત કરવા માટે વિશેષ યોજનાઓની સાથે સાથે અલગથી વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે વેપારીઓની સમસ્યાઓનું સમયસર સમાધાન કરવા માટે વેપારી કલ્યાણ મંડળનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વયંસહાયતા સમૂહો સાથે જોડાયેલી લગભગ 7 કરોડ બહેનોને પણ અત્યારે વધારે નાણાકીય સહાયતા આપવામાં આવે છે. તાજેતરમાં સ્વયંસહાયતા સમૂહો માટે ગેરેન્ટી વિના ઋણને 10 લાખથી વધારીને બે ગણું એટલે કે 20 લાખ કરવામાં આવ્યું છે. આદિવાસી બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને દેશમાં 450થી વધારે નવા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોના નિર્માણનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય જનના હિત સાથે જોડાયેલો શ્રેષ્ઠ કાયદો બને એ માટે પણ વીતેલા વર્ષમાં ઝડપથી કાર્ય થયું છે. આપણી સંસદે પોતાના કામકાજથી દેશનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. એના પરિણામે ઉપભોક્તા સંરક્ષણનો કાયદો હોય, ચિટ ફંડ કાયદામાં સંશોધન હોય, દિવ્યાંગો, મહિલાઓ અને બાળકોને વધારે સુરક્ષા આપવાનો કાયદો હોય – આ બધા ઝડપથી બન્યાં છે. સરકારની નીતિઓ અને નિર્ણયોને કારણે શહેરો અને ગામડાઓ વચ્ચેનો ફરક ઓછો થઈ રહ્યો છે. પહેલી વાર એવું બન્યું છે, જેમાં ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ કરતા યુઝરની સંખ્યા શહેરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા યુઝરથી 10 ટકા વધી ગઈ છે. દેશહિતમાં કરેલા આ પ્રકારના ઐતિહાસિક કાર્યો અને નિર્ણયોની યાદી બહુ લાંબી છે. આ પત્રમાં તમામ કાર્યોને સવિસ્તાર જણાવવાનું સંભવ નથી. પણ હું એટલું જરૂર કહીશ કે એક વર્ષના કાર્યકાળના દરેક દિવસના 24 કલાક સંપૂર્ણ સજાગતા સાથે કામ થયું છે, સંવેદનશીલતા સાથે કામ થયું છે, નિર્ણય લેવામાં આવ્યાં છે. પ્રિય સ્નેહીજન, દેશવાસીઓની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરીને અમે ઝડપથી આગળ વધી રહ્યાં હતાં કે કોરોના નામના વૈશ્વિક રોગચાળાએ ભારતને ઘેરી લીધો. એક તરફ, જ્યાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ અને વિશાળ અર્થતંત્ર ધરાવતી વિશ્વની મહાશક્તિઓ છે, તો બીજી તરફ આટલી મોટી વસ્તી અને અનેક પડકારોથી ઘેરાયલું આપણું ભારત છે. ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે, જ્યારે ભારત પર કોરોનાનો કહેર વરસશે, ત્યારે ભારત આખી દુનિયા માટે સંકટ બની જશે. પણ આજે તમામ દેશવાસીઓએ ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. તમે સાબિત કરી દીધું છે કે, વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોની સરખામણીમાં ભારતવાસીઓનું સામૂહિક સામર્થ્ય અને ક્ષમતા અભૂતપૂર્વ છે. તાળી-થાળી વગાડીને અને દીપ પ્રકટાવવાથી લઈને ભારતની સેના દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યૂ હોય કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન હોય – દરેક પ્રસંગે તમે સાબિત કર્યું છે કે એક ભારત જ શ્રેષ્ઠની ગેરેન્ટી છે. ચોક્કસ, આટલા મોટા સંકટમાં કોઈ આ દાવો ન કરી શકે કે કોઈને કશી તકલીફ પડી નથી, કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. આપણા શ્રમિક સાથીદારો, પ્રવાસી મજબૂત ભાઇબહેનો, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, રેલવે સ્ટેશન પર ચીજવસ્તુઓનુ વેચાણ કરતા ફેરિયાઓ, લારી-ગલ્લાં ચલાવતા, આપણા દુકાનદાર ભાઇબહેનો, લઘુ ઉદ્યોગસાહસિકો – આ તમામ દેશવાસીઓને ઘણી મુશ્કેલી પડી છે. એમની સમસ્યાઓનું સમાધાન કરવા તમામ મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ. ...

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!