સાવ આવી તે કેવી દીધી આયખાભરની ચાવી,
કૂદકે ભૂસકે જીવન લેતાં તને શરમ ન આવી..?
મેળાનાં કોઈ ન’તા રમકડા કે બીજાં ખરીદાશે
હિબકે હિબકે,ડૂમે ડૂમે આંખો દરિયો થાશે,
આ બાજુ જ્વાળામાં ભડથું, આ બાજુ પટકાવી
તને શરમ ન આવી ?
નાની નાની પગલીઓનું અકાળે જવાનું,
વિધાતાએ લખ્યું એવું હુંયે કદી ન માનું,
એકસામટા ભૂંસી નાખ્યાં ફુલ જેવાં મ્હેકાવી
તને શરમ ન આવી ?
~ દીપક ચૌહાણ ‘બેબસ’