ઈશ્વરે માણસને ઘણું બધું આપ્યુ છે બસ શીખવાનું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. ભગવાને મનુષ્યને અતિ આવશ્યક કહી શકાય તેવી અનેક ભેટ આપી છે, તેમાની એક છે બુદ્ધિ,પ્રેમ અને લાગણી અને ત્રીજું છે હાસ્ય. મુખ્ય આ ત્રણ ભાવના થકી મનુષ્ય અન્ય જીવોથી અલગ પડે છે.
આપણે આજે હાસ્ય વિશે વાત કરીશુ. એવું કહેવાય છે, હસે તેનું ઘર વસે. તે સાચું જ છે. આપણે આજે હસવાથી થતા ફાયદાઓ વિશે વાત કરીશુ. હાસ્ય ઘણો પાવર ધરાવે છે,તેનાથી ફિઝિકલ અને મૅન્ટલ હેલ્થ સારી રહે છે. તણાવ ઓછો રહે છે. હાસ્ય શરીર માટે કુદરતી કસરત પણ કહી શકાય. શરીર રોગમુક્ત રાખે છે.
➡ હાસ્ય આપણી તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તે શરીરમાં એન્ટિબોડી સેલ ઉત્પન્ન કરવા અને તેની જાળવણી કરવા મદદ કરે છે. આ સેલનું પ્રમાણ જેમ વધે તેમ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
➡ તે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. એક અભ્યાસ પ્રમાણે મોટે મોટે થી હસવું તે તમારા લોહીના દબાણને સામાન્ય કરે છે, જેઓને હાઈ બ્લડ પ્રેશર રહે છે તેમના માટે ખુબ અસરકારક છે.
➡ લાફ્ટર થેરાપી આપણી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. તે મૂડ સુધારવા અને તણાવ દૂર કરવા પેનકિલર જેવું કાર્ય કરે છે. પરાણે હસવાથી પણ આપણા હોર્મોન્સ બેલેન્સ રહે છે જેથી આપણો મૂડ સારો બને છે. જયારે આપણે ખડખડાટ હસવા લાગીએ છીએ ત્યારે આપણને પેટમાં સહેજ દુઃખવા લાગે છે જેને સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક કહ્યું છે.
➡ આપણા બ્રેઈન ફંકશન સુધારે છે અને સાથે જ મગજ એકાગ્ર કરે છે. આપણી યાદશક્તિમાં વધારો થાય છે જેથી આપણે એક કરતા વધુ કાર્ય કરવામાં,નવું શીખવાની ઝડપ વગેરે વધારો થાય છે. તે વ્યક્તિને વધુ ક્રેએટિવ બનાવામાં પણ મદદ કરે છે.
ઉપરોક્ત ફાયદા તમે પણ મેળવો. હસતા રહો અને તંદુરસ્ત રહો.