આપણે ઘણાં ખાદ્ય મસાલાઓ વિશે જાણકારીએ ધરાવતા હોઇએ છીએ. તો આજે આપણે એવાં જ એક ખાદ્ય મસાલા ઓરેગોનો વિશે જાણકારી મેળવીશું. ઓરેગાનો મહત્તમ ઉપયોગ પિત્ઝામાં થતો હતો હોય છે.
ઓરેગાનો એ ખુબ જ પ્રચલિત હર્બ છે લોકો માત્ર ખોરાકની સુગંધ વધારવા અને એક મસાલા તરીકે જાણે છે, પણ વાસ્તવમાં આ લોકપ્રિય હર્બની શોધ ઓર્ગેનામ વેલ્ગેર નામના વૈજ્ઞાનીક કરી હતી. ઓરેગાનો હજારો વર્ષોથી દક્ષિણ પશ્ચિમ યુરેશિયામાં ઉપયોગમાં લેવાતો આવે છે. ઑસ્ટ્રેલિયા અને ઈજીપ્તમાં તેને દવા તરીકે પણ ઉપયોગમાં લે છે જોકે હાલ તેના પર સંશોધન ચાલુ છે.
- ઓરેગાનો એન્ટિ વાઇરલ, એન્ટિ બેકટેરીઅલ અને બેસ્ટ એન્ટિ ઓક્સિડેન્ટ્સ તરીકે કામ કરે છે.
- વિટામિન A, આયર્ન અને મૅન્ગેનીઝ સારા પ્રમાણમાં જોવા મળે છે. ઓરેગાનો ફાઇબરથી ભરપૂર છે, તેથી તેના નાના-નાના પાંદડા હોવા છતાં પાચન તંત્ર પર ખુબ સારી અસર કરે છે.
- ઓરેગાનોનું તેલ વાળ માટે પણ લાભકારી છે, ચામડીને લગતા રોગ જેવા કે મોઢા પરના ખીલ અને દાગને પણ દૂર કરે છે.