શિયાળો એટલે સવારની શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કપરી પરીક્ષા, ઠંડી માં સવારે ઉઠાવું અને તૈયાર થવું એ બાળકો માટે ખુબજ અઘરું કાર્ય હોય છે. પરંતુ આ ખબર વાંચી કદાચ તેઓને સવારે ઉઠાવામાટે પ્રોત્સાહન મળે.
અત્યારે દુનિયાના સૌથી ઠંડા સ્થળ તરીકે ઓઇમાકોન સૌથી વધુ ચર્ચામાં છે. જ્યાં માઇનસ ૬૨ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આ કારણોસર નોંધણી માટેનું ડિજીટલ થર્મોમીટર પણ તૂટી ગયું છે.
રશિયાના સાઇબેરિયાની બરફની ઘાટીમાં આવેલું આ નાનું ગામ એટલે ઓઇમાકોન. જે માંડ ૫૦૦ની વસ્તી ધરાવે છે. આ એક એવું ગામ છે જ્યાં બાળકો માઇનસ બાવન (-૫૨) ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી શાળાએ જઇ શકે છે. હાલમાં જ આઇમાકોન ગામનું તાપમાન માઇનસ ૬૨ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે.
આઇમોકોન રુસની રાજધાની મોસ્કોથી પૂર્વ તરફ ૩૦૦૦ માઇલ દૂર આવેલું છે. જ્યાં દૂર-દૂર સુધી માત્ર બરફ જ પથરાયેલો મળે છે, લીલા મેદાન જોવા મળતા જ નથી. અહિં ઘરની બહાર નીકળતાં જ આંખની પાંપણો પણ બરફથી જામી જાય છે.
સામાન્ય રીતે અહીયાના લોકો જીંદગી સામે જંગ લડી રહ્યાં છે. નાની-નાની જરૂરિયાતો પણ પાણી વગર અધૂરી રહે છે, ત્યારે અહિંયાના લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. જોત જોતામાં અહી પાણી જામી જાય છે, અને ચહેરો બરફથી જામી જાય છે, તે છતાં પણ અહીં જીવન જીવાય છે.