તમે સાંભળ્યું જ હશે કે તાંબાનાં પાત્રમાં રાત્રે પાણી ભરીને મૂકીને સવારમાં સૌથી પહેલા આ પાણી પીવાથી શરીરને જોઈતા તત્વો પ્રાપ્ત થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયેલો છે. હાલનાં ડાયટિશિયન પણ પાચનક્રિયાને સારી રાખવા માટે આ જ સલાહ આપે છે. આજે માર્કેટમાં પાણીની બોટલ પણ તાંબાની મળે છે.
તાંબાનાં પાત્રમાં પાણી પીવું જેટલું ફાયદાકારક છે તેટલુ જ નુક્સાનકારક તાંબામાં ખટાશવાળી વસ્તુ પીવી છે.
- લીંબુ શરબત તાંબાનાં ગ્લાસમાં પીવાથી શરીરને હાની પહોંચી શકે છે.
- છાશ કે દહીં પણ તાંબાનાં પાત્રમાં ક્યારેય ન આરોગવા જોઈએ.
- કઢી માટેનાં વાટકા પણ તાંબાનાં ન હોવા જોઈએ.
- સૂપ માટેનાં બાઉલ પસંદ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તે તાંબાનાં ન હોય
આમ , તાંબુ લાભકારક છે પરંતુ પાણી પીવા માટે જ. ખટાશવાળી વસ્તુ તાંબામાં આરોગવાથી શરીરને નુક્સાન પહોંચી શકે છે.