ઉનાળો આવે એટલે ફળના રાજા કેરીની સિઝન. અને આ સીઝન માં દરેક ઘરે કેરી આવી જાય છે, કાચી કેરીના અથાણા બને છે અને પાકી કેરીનો રસ ભાણામાં ઉમેરાય છે. કાચી કેરી જોઇને ખાવા માટે મન લલચાય છે. ગરમીમાં ખાટી કેરી ખાવાના ઘણા બધા ફાયદા છે, કેરીમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
કાચી કેરીના ફાયદા:
– કાચી કેરી ઉપર મીઠુ લગાવીને ખાવાથી શરીરમાં પાણીની માત્રા ખુટતી નથી, સાથે જ હાઇ બીપીના પ્રોબ્લેમથી પણ બચાવે છે.શાળાની બહાર પણ આ પ્રકારે કેરી મળતી હોય છે
– કેરી ખાવાથી અળઇઓથી મુક્તિ મળે છે, આટલું જ નહી કાચી કેરીના સેવનથી સુર્યના પ્રભાવથી બચી શકાય છે. સાથે જ રોગ સામે લડવાની શક્તિ આપે છે.
– જો તમને એસિડીટી થાય છે અથવા છાતીમાં બળતરા રહે છે તો કાચી કેરી આશીર્વાદ સમાન છે.
– કાચી કેરી શુગરના દર્દીઓ માટે લાભદાયી છે, તે શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. શુગરને ઓછુ કરવા માટે દહીં અને ભાત સાથે કાચી કેરી ખાવી જોઇએ.
– ગર્ભવતી મહિલાઓને ખાટી વસ્તુઓ ખાવાનું ખૂબ મન થતું હોય છે, માટે તેમને કાચી કેરી ખવડાવવી જોઇએ જેથી કમજોરી નથી આવતી.
– કાચી કેરીમાં વિટામીન સી ખૂબ હોય છે જે લોહીને સાફ કરવાનું કામ કરે છે. લોહી વિકાર અથવા અશુદ્ધી ઠીક કરે છે.
ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે તો રાહ જોયા વિના કાચી કેરી ઘરે લાવી દો અને શરીરને સ્વસ્થ રાખો.