સામાન્ય રીતે દરેક વ્યક્તિનું ભાવતુ શાક એટલે બટાકા, પરંતુ શું તમને ખબર છે આ બટાકા સૌંદર્ય નિખારવા માટે પણ ઉપયોગી છે? બટાકાનાં સ્કિન અને હેર માટે ઘણા બધા ફાયદાઓ છે ,બસ તેને સાચી રીતે ઉપયોગ કરવાની જરૂર છે. આ બટાકા સૌંદર્ય કેવી રીતે નીખારી શકે તે જોઈએ.
ત્વચા માટે પોટેટો જ્યુસ :
- કાચા બટાકાનો રસ અને તેમાં3 થી 4 ટીપા લીંબુનો રસ ઉમેરો અને ત્યારબાદ સ્કિન પર લગાવો તેમાં થોડા બટાકાને છીણીને પણ ઉમેરી શકો છો. તેનાથી સ્કિન પરના કાળા દાગ અને ધબ્બા દૂર થઈ જશે અને સ્કિનને ક્લીન રાખવામાં તમારી મદદ કરશે.જો તમારી ત્વચા ટેન થઈ ગઈ હોઈ તો પોટેટો જ્યુસ સ્કિનને નોર્મલ કરવામાં મદદ કરે છે.
- જો તમે ગરદનની કાળાશને દૂર કરવા માંગતા હોવ તો પોટેટો જ્યુસને 10 થી 15 મિનિટ સુધી ગરદન પર લગાવો ,આવું થોડા દિવસો સુધી સતત ચાલુ રાખો ,કાળી સ્કિનમાંથી જરૂર છુટકારો મળશે.
- બટાકાસ્કિન માટે કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. બટાકાના જ્યુસને ત્વચા પર લગાવી 15 થી 20 મિનિટ સુધી રાખી મુકો , તે પ્રાકૃતિક ટોનર તરીકે કામ કરે છે જે ત્વચાના રંગને નિખરવામાં મદદ કરે છે
- બટાકાનો રસ આંખની આસપાસ રહેલા ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. બટાકાની સ્લાઈસ કાપી લો અને તેને ડાર્ક સર્કલ પર મૂકી દો, દસ મિનિટ પછી તેને દૂર કરો અને સ્વચ્છ ઠંડા પાણીથી ચેહરાને સાફ કરી લો. તે ઉપરાંત તમે બટાકાના જ્યુસમાં ઓલિવ ઓઇલ ઉમેરીને પણ આંખની આસપાસ ડાર્ક સર્કલમાં લગાવી શકો છો.
- પોટેટો એન્ટી એજિંગ તરીકે પણ કાર્ય કરે છે, ગ્રેટેડ પોટેટો પલ્પ અને તેમાં 2 ટેબલ સ્પૂન દહીં ઉમેરીને ચેહરા પર લગાવી લો. જે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે અને કરચલીને આવતી અટકાવશે.
હેર માસ્ક :
બટાકાને બાફી લો ત્યારબાદ બાફવામાં વપરાયેલા પાણીને બાફેલા બટાકા બંનેનું મિશ્રણ તૈયાર કરી તેમાં 1 ટેબલ સ્પૂન એલોવેરા પલ્પ અને 1 ટેબલ સ્પૂન મધ ઉમેરીને આ મિશ્રણને વાળમાં લગાવો,ત્યારબાદ15 મિનિટ સુધી તમારા વાળને બાંધી રાખો, ત્યારબાદ શેમ્પુથી તામરા વાળને ધોઈ લો. આ હેર માસ્કની મદદથી તમારા ખરતા વાળમાં ઘટાડો જોવા મળશે અને પેહલા કરતા થીક અને મજબૂત બનશે.