મોદીજીના પાકિસ્તાન ઉપરના આક્રમણ પછે ટામેટા એ એક અમૂલ્ય અને પાડોશી મુલ્ક માટે અપ્રાપ્ય શાકભાજી બની ગયું છે. ચાલો આજે અપને તેનાવિષે વાત કરીયે અને જોઈએ તેના ફાયદા
આપણી રોજિંદી જમવાની થાળી બનાવા માટે ઉપયોગમાં લેવાતા સર્વસામાન્ય શાકભાજીમાનું એક ખાસ વેજીટેબલ ટામેટા તરીકે ઓળખાય છે, તેના વગર ગૃહિણીઓના કોઈપણ શાક શક્ય બનતા નથી, તેની આપણે અવનવી વાનગીઓ પણ બનાવતા હોઈએ છીએ. જે સ્વાસ્થ્ય માટે અતિઉમદા ગુણો ધરાવે છે.
ઉપરોકત જેના વિશે વાત કરી છે, તે છે ટામેટાં. તેનો જ્યુસ અથવા તો તેને અન્ય લઇ શકો છો. તેમાં રહેલા પોષકમૂલ્યો વિશે જાણીશુ. તે વિટામિનE, થાઈમિન, વિટામિન b6, ફોલેટ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, ડાયેટરીફાઇબર્સ, વિટામિન A, વિટામિન C, વિટામિન K, પોટેશિયમ, મેન્ગેનીઝ, સોડિયમ અને કોલેસ્ટ્રોલનું અતિ ઓછું પ્રમાણ ધરાવે છે.
તેના ફાયદા નીચે મુજબ છે:
- તેમાં ઉંચા પ્રમાણમાં ફાઇબર હોવાથી તે આંતરડાનું કાર્ય ખુબજ સરળ કરી, ખોરાકને પચાવામાં મદદ કરે છે તથા પેટને લગતી દરેક સમસ્યાને દૂર કરે છે જેમકે કબજિયાત, ગેસ, પાચનની તકલીફ વગેરેમાં રાહત મળી રહે છે.
- તેમાં રહેલા મુખ્ય તત્વો જેવાકે બીટા કેરોટીન અને સલ્ફર કિડની અને લીવરને કાર્યરત રાખે છે, તેમાંથી ઝેરીતત્વોને દૂર કરવામાં શરીરને મદદ કરે છે. શરીરમાં રહેલું વધારાનું મીઠું અને ફેટને દૂર કરે છે.
- વધારામાં તે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે, તેમાં રહેલું ફોટોન્યૂટ્રિએન્ટ લોહીને સતત કાર્યરત બનાવે છે અને લોહી ગંઠાઈ જતાં અટકાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું પ્રમાણ ઘટાડી શકાય છે.
- તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ્સ કેન્સરને રોકવામાં મદદ કરે છે, તે ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. હાડકાંને પણ મજબૂત બનાવે છે.
- એક ગ્લાસ ટામેટાંનો રસ તમારી ભૂખને ઓછી કરી આપે છે, કારણકે તેમાં રહેલા પોષકતત્વોને લીધે તે ખુબજ હેવી હોઈ છે, તેની મદદથી તમે શરીરની વધારાની ચરબીને દૂર કરી શકો છો અને વજનને ઘટાડી શકો છો.
ટામેટાંનો રસ, સૂપ અથવા ટામેટાં સલાડ વગેરે રીતે લઇ શકો છો, તે ઉપરોક્ત ફાયદાઓ સાથે ત્વચા અને વાળ તથા આંખોની પણ જાળવણી કરે છે.