જ્યારે પણ તમે મૂવી જોવા જાવ છો ત્યારે મૂવીની સાથે પહેલું કંઈ યાદ આવે તો તે છે પોપકોર્ન. ઘણાં માતા પિતા બાળકોને એવું કહેતા હોય છે પોપકોર્ન બહું ન ખવાય, તે શરીરને નુક્સાન કરે છે. આ વાત તદ્દન ખોટી છે. અહીં આપણે જોઈશું પોપકોર્ન આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
- પોપકોર્નમાં મોટી માત્રામાં ફાયબર હોય છે, જેનાં લીધે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
- પોપકોર્ન મૂળ તો અનાજમાંથી જ બને છે. પોપકોર્ન મકાઈમાંથી બને છે અને મકાઈમાં જે રેસા હોય છે તેને કારણે કબજીયાતનો પ્રોબલેમ પણ દૂર થઈ જાય છે. પરિણામે પાંચનતંત્ર કાર્યરત રહે છે.
- પોપકોર્નમાં મોટી માત્રામાં પોલિફેનિક હોય છે. જે સૌથી સશક્ત એન્ટિઓક્સિડન્ટ છે. જે શરીરમાં કેન્સર પેદા કરતાં બેક્ટેરેયાને મારે છે.
- પોપકોર્નમાં મેગેનીઝનું પ્રમાણ પણ વધારે હોય છે. જેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. સાથે સાથે આર્થરાઈટ્સથી પણ બચાવે છે.
પોપકોર્ન ની પસંદગી કરતી વખતે દયાનમાં રાખવું કે ફ્લેવર્ડ પોપકોન કરતા સદા પોપકોર્ન વધારે ફાયદાકારક હોય છે