ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ લોકોમાં ડિહાઈડ્રેશન અને બ્લડપ્રેશરનાં પ્રોબલેમ શરૂ થઈ જતાં હોય છે. ધગધગતિ ગરમીમાં શરીરમાં ઠંડક રહે તે માટે લીક્વીડનું પ્રમાણ વધારવા લોકો સલાહ આપતા હોય છે. રૂટિન કરતા થોડાક વધારે પ્રમાણમાં મિનરલ્સ લેવાથી શરીરનું તાપમાન બેલેન્સ રહે છે પરિણામે હેલ્થ સારી રહે છે. આ માટે પાણીની સાથે ડિટોક્સ વોટર લેવુ પણ બેસ્ટ ઓપ્શન છે.
કેવી રીતે બનાવશો ડિટોક્સ વોટર અને તે શરીરને કેવી રીતે હેલ્પફૂલ થશે?શરીરનો એક મહત્વનો ભાગ છે લિવર. તેને સ્વસ્થ રાખવામાં ડિટોક્સ વોટર ખૂબ મદદરૂપ થાય છે. આ વોટર શરીરનાં બીનજરૂરી બેક્ટેરીયા કાઢી નાખે છે અને લોહીને શુધ્ધ રાખવામાં મદદ કરે છે. ડિટોક્સ વોટર બનાવવા માટે તમારે એક બોટલમાં પાણી ભરવાનું. પછી તેમાં આદુનાં કટકા,મધ, લીંબુનો રસ, કાકડી, ટામેટા, સફરજન, તરબૂચ, કીવી, દાડમનાં દાણા, ઓરેન્જ, ફુદીનાનાં પાન અને ગ્રેપ્સ પણ ઉમેરી શકો છો.
જરૂરી નથી કે રોજ ડિટોક્સ બનાવવામાં આ બધી જ સામગ્રી હોવી જોઈએ. ઉપરોક્તમાંથી જે અવેલેબલ હોય તેટલી સામગ્રી તમે પાણીમાં એડ કરી શકો છો. આ પાણીને બેકલાકથી વધારે રહેવા દો. ત્યારબાદ તેને ગાળી લો. આપ ચાહો તો તેમાં સ્વાદ માટે મીઠું કે મરી પાઉડર ઉમેરી શકો છો. આ ડિટોક્સ વોટર તમારે આખા દિવસમાં થોડી થોડીવાર પી શકો છો. તમે દિવસમાં દોઢથી બે લિટર ડિટોક્સ વોટર પી શકો છો.
આજકાલ માર્કેટમાં ડિટોક્સ વોટર માટેની સ્પેશિયલ બોટલ પણ મળે છે. જેમાં તમારે પાણી ગાળવાની જરૂર નથી. તમે તેમાં ફ્ટ્સ અને વેજૂટેબલ સાથે જ રાખી શકો છો. જેથી તેના ફ્લેવર્ડ જળવાઈ રહે.
રેગ્યૂલર ડિટોક્સ વોટર પીવાથી તમારી ઈન્ટરનલ બોડીને તો ફાયદો થશે જ પણ સાથે સાથે સ્કીન પણ ગ્લો કરશે. તો આ ઉનાળામાં તમે પણ ડિટોક્સ વોટર ટ્રાય કરી જુઓ.