મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દહીં ખાય – દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય
તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દહીં ખાય – દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય
તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...
સરનામું એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? મળે નહીં ધર મારું જો હું આપું કેવળ નામ ? કેટલું લાંબું લાંબું પપ્પા , આપણું આ સરનામું બા-દાદાનું નામ દીધું ,ઘરને ,એ પણ નક્કામું ગલી, મહોલ્લો, કોલોની ને મકાન નંબર સાથે આસપાસની દુકાનનું પણ નામ દેવું સંગાથે ઉમેરવાનું ,કોલોનીના કોમન પ્લોટની સામે સરનામું જો હોય નહીં તો કરવાનું શું નામે ? કેવળ નામથી મળે નહીં આ શ્હેર મહીં મુકામ ? એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? સાંભળ બેટા, સ્કુલ મહીં તું યુનિફોર્મ છે પ્હેરે તારું મનગમતું તું પ્હેરે, જ્યારે રહેતી ઘેરે વાટકી પર પણ દાદાજીનું નામ લખેલું જોયું...
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...
કરુણાની મૂર્તિ અને સ્નેહનો સાગર છે માં દયાની દેવીને મમતાનો મહાસાગર છે માં.... સાગર લાગે અતુલ્ય ગાગર પાસે ને અતુલ્ય પ્રેમનું ઝરણું એટલે માં મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ને સંતાનના સ્મિતનું કારણ છે માં.... બાળકો માટે નિસ્વાર્થપ્રેમનો દરિયો છે માં સંતાનના જીવનનો હસ્તાક્ષર છે માં ઈશ્વરની કળાનું અદ્ભૂત સર્જન છે માં ચહેરામાંજ ભગવાનના દર્શન છે એ છે માં.... જેના સ્પર્શમાત્રથી શરીરની તમામ પીડા દૂર થાય એ ડોક્ટર એટલે માં જીવન ઘડતરના પાઠ શીખવનાર સાચો શિક્ષક એટલે માં.... ચહેરો જોઈને મનનાં ભાવ સમજી જાય એ મૌન વાચક છે માં ભગવાન પાસે સંતાનના સુખ માગતી યાચક છે માં.... વિધાતા સોંપે જો કલમ માતાના...
સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતા દરેક જણનું એકબીજાને ઓળખતા હોવું સામાન્ય છે. આવા જ એક નાના ગામમાં ઉંમરમાં છન્નું વરસના પણ તબિયતમાં કડેધડે ઝમકુ ડોશી. કોઈ નાના-મોટા કેસમાં સાક્ષી પૂરવા અદાલતનાં સાક્ષીના પીંજરામાં ઊભા હતા. સરકારી વકીલ વજુભાઈ વખારીયાએ ઊભા થઈને પૂછ્યું. 'આ દાવામાં હું સરકારી વકીલ છું. તમે મને ઓળખો છો?’ ‘ઓળખું છું. અરે દીકરા તું પેદા નહોતો થયો ત્યારથી જાણું છું. તારી માનો ખોળો ભરાતો નો’તો તી તારા બાપ જગમોહને એને ગામની બહાર આશ્રમમાં પડ્યા રહેતા બાબા બજરંગી પાસે આશીર્વાદ લેવા મોકલેલી. તી પૂરા પંદર દિવસ-રાત બાબાએ આશીર્વાદ આપેલા તીયારે તું પેદા થયેલો. તું નાનો હતો ત્યારથી જ નપાવટ...
પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા ! સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય ! જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું...
નર્સને આપણે ભણેલા ને અંભણ સહુ sister કહેતા. Sister એટલે બ્હેન. આ કેવળ માનાર્થે સંબોંધન નથી. આપણા જીવનમાં બ્હેનનું જે સ્થાન છે, એની સાથે જોડાયેલ જે ભાવના છે એ સઘળું આ સંબોધનમાં છે. નિસ્વાર્થ સ્નેહ અટલે બ્હેન. આ પરંપરા હતી. હવે તો ભાઇઓ પણ આ ક્ષેત્રે સેવારત છે. પાઠ્યપુસ્તકમાં ફ્લોરેન્સ નાઇટીંગલનો પાઠ આવતો. કપરાકાળમીં , જીવના જોખમે પણ દર્દીની સેવા એ જ જીવનમંત્ર એને ચરિતાર્થ કરે છે નર્સ. સ્વસ્થ વ્યક્તિને એમના જીવન વિષે કલ્પના ન થઇ શકે. માંદગીનાં બિછાને હોય એમને પોતાનાં જીવનની રક્ષા કરનાર નર્સનો મહિમા કહેવો ન પડે. હોસ્પિટલના ઓરડામાં એ બે જણ હોય છે - ને દરવાજેકાહ...
એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ; અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર; લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે. જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે. કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે, ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ. સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે, સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય. લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે. સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ. પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ. નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે! પ્રેમાનંદની કાઢે પોલ,...
કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું. જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ...
મને, શ્યામ! તારું રટણ શ્રેષ્ઠ લાગ્યું, મનોમન થનારું સ્મરણ શ્રેષ્ઠ લાગ્યું.. દવા છે પવન - તારા પરથી ગુજરતો, નથી અન્ય વાતાવરણ શ્રેષ્ઠ લાગ્યું.. જવું છે ખૂંપી ક્યાંક તારી સમીપે, મને ગોમતીનું કળણ શ્રેષ્ઠ લાગ્યું.. મધુર વાંસળી સૌ પ્રથમ માણનારું, - એ ગોકુળની ગાયોનું ધણ શ્રેષ્ઠ લાગ્યું.. ભલે સંસ્કૃતિ કાજ ગોકુળ ત્યજ્યું તેં, મને તોય ના એ વલણ શ્રેષ્ઠ લાગ્યું.. હજીયે ચરણરજ પડી છે જ્યાં તારી, કુરુક્ષેત્રનું એય રણ શ્રેષ્ઠ લાગ્યું.. બીજે ક્યાંય શાંતિ, 'ધીરજ' ના જણાયાં, મને ફક્ત તારું શરણ શ્રેષ્ઠ લાગ્યું.. ✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.