દૂધને સમતોલ આહાર માનવામાં આવે છે, નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક માટે દૂધ એ યોગ્ય આહાર છે. દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન ડી ભરપૂર માત્રામાં હોય છે માટે શરીરના વિકાસ માટે દૂધ ખૂબ જરૂરી માનવામાં આવે છે. ઘણા લોકોને દૂધ પીવુ પસંદ નથી હોતુ તો ઘણા લોકો ઠંડુ અથવા ગરમ દુધ પીતા હોય છે. દરેકના મનમાં પ્રશ્ન હોય છે કે દૂધને ગરમ કે ઠંડુ પીવુ જોઇએ ?
- જો દૂધ પીવાથી તમારુ પેટ ખરાબ થતુ હોય તો તમારે ગરમ દૂધ પીવું જોઇએ.
ગરમ દૂધ પીવાથી તમારુ શરીર તેને સરળતાથી પચાવી શકે છે, દૂધમાં કોર્નફ્લેક્સ કે ઓટ્સ મિક્સ કરીને પીવુ જોઇએ પરંતુ જો ઠંડુ દૂધ હજમ ના થતુ હોય તો ગરમ દુધ પીવાનો જ આગ્રહ રાખવો જોઇએ, જેથી ડાયેરિયા કે પેટની અન્ય સમસ્યાથી બચી શકાય છે.
- ગરમ દૂધ પીવાથી સારી ઉંઘ આવે છે
રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હળવું ગરમ દૂધ પીવાથી ઉંઘ સારી આવે છે. દૂધમાં ઘણા એવા તત્વો હોય છે જેનાથી મગજ શાંત થાય છે અને સારી ઉંઘ આવે છે.
- મૂડ સુધારવા માટે ઉપીયોગી
મહિલાઓને પિરીયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ થતા રહે છે, સ્વભાવ ચીડીયો થઇ જાય છે. આનાથી બચવા માટે એક ગ્લાસ દૂધ પીવાથી રાહત મળશે.
ઠંડા કે ગરમ દૂધ પીવાથી ઘણા લોકોને પેટની સમસ્યા રહે છે ત્યારે એવા લોકોને ડોક્ટરની સલાહ લેવી જોઇએ, કારણકે ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે અને એવા લોકોને દૂધ પીવાથી શરીરમાં પ્રોબ્લેમ થવાની સંભાવના રહે છે. તાજુ દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે