ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે તે ખૂબ ખાય છે પરંતુ તેમનું વજન નથી વધતું, વજન ના વધવાને કારણે તેમની ઉંમર દેખાતી નથી અથવા ક્યારેક મજાકને પાત્ર બને છે. તો એવા ઘણા ઉપચાર છે જેના દ્વારા તમે સહેલાઇથી વજન વધારી શકશો.
- 30 ગ્રામ કાજુને દળી લો તેને 150ML પાણીમાં મિક્સ કરી લો, ત્યારબાદ તેને ગાળી લો. કાજુનુ દુધ તૈયાર થઇ ગયું. કાજુના આ દુધને દિવસમાં 1 વાર પીવું જોઇએ જેથી વજન ઝડપી વધે છે અને અશક્તિ દુર થાય છે.
- દુધની સાથે કેળુ ખાવાથી વજન વધે છે. કેળા અને દુધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે જેનાથી હાડકા પણ મજબૂત થાય છે. રોજ 2 કેળા અને 1 ગ્લાસ દુધ પીવુ જોઇએ.
- દરરોજ સવારે 2 ગ્લાસ દુધમાં 4 ખજૂર અને 4 અંજીરને ઉકાળો જ્યાં સુધી દુધ 1 ગ્લાસ ન થઇ જાય. ત્યારબાદ આ દુધને પી લેવાથી વજનમાં વધારો થાય છે. દિવસમાં 2 વાર આ દુધને પીવાથી ફાયદો થાય છે.
- અખરોટમાં એવા ઘણા પોષકતત્વો હોય છે જેના દ્વારા વજન વધે છે. રોજ રાત્રે 20 ગ્રામ અખરોટને પલાળી દો, અને સવારે ગરમ દુધ સાથે મિક્સ કરીને પીવું જોઇએ, જેથી વજન વધે છે અને ચહેરા પર ગ્લો આવે છે.
- રોજ 30 ગ્રામ કિશમિશ ખાવાથી પણ વજન વધે છે.
- બટાકામાં કાર્બોહાઇડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે, એટલે રોજ બટાકાનો હલવો બનાવીને ખાવાથી અને બાદમાં એક ગ્લાસ દુધ પીવાથી વજન ઝડપથી વધે છે.
જો તમારે વજન વધારવું છે તો આ નુસ્ખા અપનાવો અને વજનની સાથે સાથે સુંદરતા પણ વધારો.