તમારા શરીરને ચલાવનાર તમારુ મગજ છે, તમારા દરેક કામ મગજ દ્વારા જ થાય છે. આખો દિવસ કામ કર્યા પછી જેમ શરીરને આરામ જોઇએ છે એ જ રીતે મગજને પણ આરામ જોઇએ છે. તમને થતુ હશે કે મગજ ક્યારે આરામ કરે છે? તમે જ્યારે સૂઇ જાઓ છો ત્યારે મગજને આરામ મળે છે. જો પૂરતી ઉંઘ ના થઇ હોય તો યાદશક્તિ ઓછી થવા લાગે છે અને એકાગ્રતા જળવાતી નથી, માટે મગજને પણ આરામ આપવો જરૂરી બને છે.
પોતાને મહત્વ આપો- માણસ કામમાં પોતાને જ મહત્વ આપવાનું ભૂલી જાય છે. પોતાની જરૂરીયાતને નજરઅંદાજ કરે છે અને પરિણામે સ્ટ્રેસનો ભોગ બને છે. સૌથી પહેલા તમારી જાતને મહત્વ આપો.પોતાની જાતને જ કોમ્પ્લિમેન્ટ આપો. જે પણ કામમાં તમને મજા આવે છે દિવસમાં એક વાર તેને કરો. તમારી પંદગીની ફિલ્મ જુઓ અથવા ચોપડી વાંચો.
પોઝેટીવ લોકો સાથે રહો– તમારા ઘણા મિત્રો હશે તેમાંથી જેટલા પોઝેટીવ મિત્રો છે તેની જ સંગત કરો કારણકે નેગેટીવ લોકો પાસેથી તમે ફક્ત નકારાત્મકતા જ મેળવશો પરિણામે તમારા કામમાં વિલંબ થશે. પોઝેટીવ લોકો સાથે રહેવાથી હકારાત્મકતા વધશે અને તમે ખુશ રહેશો, જો તમે ખુશ રહેશો તો તમારુ મગજ ઓટોમેટિક સ્વસ્થ રહેશે.
હસવુ જરૂરી છે- આખો દિવસ કામના પ્રેશરમાં તમે હસવાનુ પણ ભૂલી જોવ છો, ઘરે આવ્યા પછી પણ નાની નાની વાતે ચિડાઇ જાવ છો, માટે હસવુ જરૂરી છે. ક્યારેય પણ હસવાનો કે હસાવવાનો મોકો ન મૂકવો જોઇએ. એક ઠહાકો તમને વિટામિનની ગોળી જેટલો ફાયદો અપાવી શકે છે.
તમારી દરેક સમસ્યાને બાજુ પર મૂકીને સમય પસાર કરવો ખૂબ જરૂરી બને છે. મેડિટેશન અને યોગ કરવાથી મગજ શાંત થાય છે સાથે જ સ્વસ્થ પણ રહે છે. મગજને રાહત આપવા માટે તમને ગમતા કામ કરો અને ખુશ રહો.