રસોડામાં પડેલી દરેક વસ્તુ કોઇને કોઇ કામમાં આવતી હોય છે. રસોડામાં પડેલી દરેક વસ્તુનું મહત્વ પણ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે રસોડામાં પડેલી વસ્તુનું આ રીતે ધ્યાન રાખો છો તો તમારે પૈસાની બચત થાય છે તમારું બજેટ પણ ખોરવાતું નથી.
પેનને સાફ કરીને જમવાનું બનાવો
જમવાનું બનાવો એ પહેલા પેનને ફરીથી સાફ કરો. એની પર પાણી જરા પણ ના હોવું જોઇએ. આ માટે તમે કિચન ટોવેલનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા ગેસની બચત થાય છે.
હંમેશા ઢાંકીને જમવાનું બનાવો
તમે જ્યારે પણ શાક બનાવો કે દાળ બનાવો ત્યારે હંમેશા ઢાંકીને બનાવો. આમ કરવાથી જમવાનું જલદી બને છે અને ગેસની પણ બચત થાય છે. ઢાંકીને જમવાનું બનાવવાથી જલદી બની જાય છે અને ટેસ્ટમાં પણ સારું બને છે.
ધીમા ગેસે જમવાનું બનાવો
તમે જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે હંમેશા ધીમા ગેસે બનાવો. આમ કરવાથી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ગેસની પણ બચત થાય છે. ફાસ્ટ ગેસે જમવાનું બનાવવાથી એમાં રહેલા પોષક તત્વો રહેતા નથી અને જમવાનું પણ દાઝી જશે.
દાળ-ભાતને પલાળીને પછી બાફવા મુકો
તમે જ્યારે પણ દાળ-ભાત બનાવો ત્યારે એને અડધો કલાક પહેલા પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી દાળ-ભાત જલદી થઇ જાય છે અને ગેસ બચે છે. દાળ-ભાત પલાળીને પછી બનાવવાથી એમાં રહેલા પોષક તત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે છે અને જલદી બને છે.
પ્રેશર કુકરમાં જમવાનું બનાવો
બને ત્યાં સુધી જમવાનું કુકરમાં બનાવો. કુકરમાં જમવાનું બનાવવાથી જલદી બને છે અને ગેસની પણ બચત થાય છે. કુકરમાં જમવાનું બનાવવાથી એ લાંબો સમય સુધી ગરમ રહે છે અને જમવાનું પણ ફટાફટ બની જાય છે.