એક અમથી વાત ની અફવા અનેક,
દ્રશ્ય તો છે એક પણ ચશ્માં અનેક.
સિંહ નાં ટોળા દીશે છો દૂરથી,
પાસ જઇને જોવ તો મીંદડા અનેક.
જીંદગી નાં મંચ પર ખેલાય છે,
ખેલ પરમાણે નવી ઘટના અનેક.
સાવ સ્હેલા ફંદ માં આવી ફસે,
સ્વાર્થમા ગરકાવ જે કપટા અનેક.
તૃપ્ત ક્યાં એ થાય છે છેલ્લે સુધી,
જીવ તો એકજ હતો – મનષા અનેક.
સાવ ખુલ્લી બાજીએ જે હારતા,
બંધ બાજીઓ અહીં રમતા અનેક.
વાસ્તવમાં હોય છે ભારે ઘણું,
અર્થ જેના થાય છે હળવા અનેક.
બ્હારથી લાગી રહ્યા જે શાંત જણ,
મનમાં કોરી ખાય છે ચર્ચા અનેક.
એક – થડ આધાર છે એવું નથી,
એને જકડી રાખતા મુળિયા અનેક.
મોજ તરવાની ભૂલી ગઇ માછલી,
તાકમાં ઊભા હતા બગલા અનેક.
© પ્રકાશ મકવાણા “પ્રેમ”