ઓશો એક ભારતીય રહસ્યવાદી ,ગુરુ,અને શિક્ષક હતા જેમણે ધ્યાન માટે આધ્યાત્મિક અભ્યાસ બનાવ્યો હતો.તે એક વિવાદસ્પદ નેતાતો હતાજ પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના લખો અનુયાયીઓ છે અને હજારોની સંખ્યામાં તેમનાં વિરોધીઓ પણ હતા.તે એક પ્રભાવશાળી વક્તા હતા અને કોઈપણ વિષયમાં તેઓ પોતાના વિચાર વ્યક્ત કરતા અચકાતાં નહિ. રૂઢિચુસ્ત સમાજ દ્વારા તેમનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો.
તેમનો જન્મ ઉચ્ચ પરિવારમાં થયો હતો અને પછીતે તેમના દાદા દાદી સાથે રહેવા માંડ્યા હતા.તેમના દાદા દાદીના લીધે જ તેમને નેતૃત્વ કરવાનો અને નેતા બનવાની પ્રેરણા મળી હતી.તેઓ એક બળવાખોર બાળકના રૂપમાંજ મોટાં થયા અને સમાજમાં રહેલા ધર્મો,સંસ્કૃતિઓ અને સમાજ પર અનેક પ્રશ્ન ઉઠાવ્યા. તે દરેક ધર્મને સમાન સમજીને બોલવા માંગતા હતા અને તેના પરજ તેમને પોતાના વિચાર વ્યક્ત કરતા હતા.
તેમણે 21 વર્ષની ઉંમરમાં રહસ્યમય રીતે આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો ત્યારબાદ તેમણે પ્રોફેસરની નોકરી છોડી આધ્યાત્મિક જ્ઞાનના ગુરુ ના રૂપમાં પોતાનું કાર્ય શરુ કર્યું.માત્ર ભારતમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમણે પોતાને એક લોકપ્રિય આધ્યાત્મિક ગુરુના રૂપમાં સાબિત કર્યા.
નાનપણ અને શરૂઆતનું જીવન :
તેમનો જન્મ ચંદ્ર મોહન જૈનના નામથી 11 ડિસેમ્બર 1931માં કૂચવાડા ગામ ,મધ્ય પ્રદેશમાં થયો હતો.પોતાના 11 ભાઈ બહેનોમાં તે સૌથી મોટા હતા.તેમના માતાનું નામ સરસ્વતી જૈન અને પિતાનું નામ બાબુલાલ જૈન હતું.તેમના પિતા કાપડના વ્યાપારી હતા.તેઓએ પોતાનું બાળપણ તેમના દાદા દાદી સાથે વિતાવ્યું હતું.
તેઓ જબલપુરની હિતકારિણી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા,તેમણે એક પ્રોફેસર સાથે વાદવિવાદ કરવાના કારણે તેઓને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા.ત્યારપછી 1955માં તેઓએ ડી.એન.જૈન કોલેજ માંથી ફિલોસોફીમાં B.A પૂરું કર્યું.પોતાના વિદ્યાર્થી જીવન દરમ્યાન લોકોની સામે ભાષણ દેવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ 1957માં યુનિવર્સિટી ઓફ સાગર માં 21વર્ષની ઉંમર ફિલોસોફી માં ડિસ્ટીંકશન સાથે M.A માં ઉતીર્ણ થયા.
આધ્યાત્મિક જીવન અને કારકિર્દી :
➡તેઓ 1958માં જબલપુર યુનિવર્સિટીમાં ફિલોસોફી ના લેક્ચરર બન્યા,ત્યારબાદ 1960માં તેમને પ્રોફેસરની પદવી મળી.
➡પોતે શિક્ષક હોવાની સાથે સાથે તેઓ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં ‘આચાર્ય રજનીશ’ના નામથી આધ્યાત્મિક ભાષણ આપ્યા કરતા હતા.તેમણે સમાજવાદીનો વિરોધ કર્યો અને તેમને સમજાયું કે ભારત વિજ્ઞાન,ટેક્નોલોજી અને મૂડીવાદ,વસ્તી નિયંત્રણ ના માધ્યમ થી જ સમૃદ્ધ બની શકશે.
➡તેમણે પોતાના ભાષણમાં કેટલાય પ્રકારના મુદ્દાઓ ઉઠાવ્યા જેમકે તેઓએ રૂઢિચુસ્ત ભારતીય ધર્મો અને અનુસ્થાનની ટીકા કરતા કહ્યુકે સેક્સ આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરવાની દિશામાં પ્રથમ પગથિયું છે.આ પ્રકારના ભાષણના લીધે તેમની ઘણી ટીકા કરવામાં આવી તેજ કારણો થી તેમણે ઘણાં લોકોને પોતાના વિચારો તરફ આકર્ષિત કર્યા.
➡ત્યારપછી ધનવાન વ્યક્તિઓ આધ્યાત્મિક વિકાસના વિચાર કરવા તેમના પાસે આવવા લાગ્યા અને તેઓએ ઘણું દાન પણ કર્યું અને સાથે તેઓના કાર્યમાં વૃદ્ધિ પણ થઈ.
➡1962 માં તે 3 થી 10 દિવસ સુધીની ધ્યાનની શિબિર કરવા લાગ્યા અને ટૂંકસમયમાં જ ધ્યાન કેન્દ્રિત કરવાની શિક્ષા પ્રચલિત બનતી ગઈ.
➡જો આપણે ખુલામનથી વિચાર કરીએતો આદ્યાત્મિક નેતા તરીકે તેઓ અલગ હતા.1960 સુધીમાં તે એક પ્રમુખ આદ્યાત્મિક ગુરુ બની ગયા હતા અને 1966માં તેમને પોતાની શિક્ષકની નોકરી છોડીને પોતાને પૂર્ણ રૂપથી આધ્યાત્મિકતા પર સમર્પિત કર્યા હતા.તેમને 1970માં ભારતીય પ્રેસ દ્વારા ‘સેક્સ ગુરુ’નું નામ આપવામાં આવ્યું હતું.
➡1970માં તેઓએ સક્રિય ધ્યાન વિધિને લોકોની સમક્ષ મૂકી અને બતાવ્યુકે તે દિવ્યતાનો અનુભવ કરાવા આપણને સક્ષમ બનાવે છે.તેજ વર્ષ દરમ્યાન તેઓ મુંબઈ ચાલ્યા ગયાને ત્યાં જ તેમણે પ્રથમ શરૂઆત કરી,તેમના પશ્ચિમી અનુયાયી પણ વધવા મંડ્યા અને 1971માં તે ‘ભગવાન શ્રી રજનીશ’ના રૂપમાં ઓળખાવા લાગ્યા.
➡ એમનું કેહવું હતુંકે ધ્યાન અપને એક એક ક્ષણ કેન્દ્રિત કરી શકીએ પરંતુ તેના માટે સતત જાગ્રતતા જરૂરી છે.
➡તેમની ગતિશીલ ધ્યાન ટેક્નિક જેમકે કુંડલિની અને નદબબ્રમ્હા સહીત 100 અન્ય રીતે પણ વાંચી શકાય છે.
➡ત્યારબાદ તેમણે નવ સંન્યાસ અને શિષ્યત્વ ચાહવાવાળા માટે પોતાનું ભાષણ તૈયાર કર્યું.1974માં તેઓ પુના જતા રહ્યા કેમકે મુંબઈમાં તેમની સારી હાલત નોહતી.તેઓ પુના 7 વર્ષ રહ્યા અને ત્યાંપણ તેઓએ પોતાના સમુદાયનો વિકાસ અને ફેલાવો કર્યો.
➡તેઓ દરરોજ સવારે લગભગ 90 મિનિટનો એક પ્રવચન આપતા જેમાં યોગ,જૈન,તાઓ ધર્મ,તંત્ર,સૂફી ધર્મ દરેક ધર્મો વિશે આધ્યાત્મિક અંતઃદ્રષ્ટિ રજુ કરી.
➡તેમના પ્રવચન હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં એકત્રિત કરવામાં આવ્યાજે 600 થી વધુ વિભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યા અને 50 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું.તેમના ચિકિત્સા સમૂહ દ્વારા દુનિયાભરના ચિકિત્સકોને આકર્ષિત કરવામાં આવ્યા.
➡ ભગવાન શ્રી રજનીશ તેમના અનુયાયીઓ દ્વારા સન્માનિત કરવામાં આવતા જયારે સમાજના મોટાભાગના રૂઢિચુસ્તો દ્વારા તેમને વિવાદસ્પદ માનવામાં આવતા હતા.સ્થાનિક સરકાર દ્વારા પણ તેમની ગતિવિધિઓ પર અંકુશ લાગવાના પ્રયત્ન કર્યા જેમના લીધે તેમને અનેક ચુનોતીઓનો સામનો કરવો પડ્યો અને મુશ્કેલીઓ વધવાને લીધે તેમને પોતાનો સ્થાનિક આશ્રમ બદલવાનો નિર્ણય કર્યો.
➡
તેઓ પોતાના 2000 અનુયાયીઓ સાથે અમેરિકા ચાલ્યા ગયા અને 1981માં 200 કિમિ સ્કેવેર જગ્યામાં વાસી ગયા.ત્યાં તેમને પોતાના અનુયાયીઓ સાથે મળીને પોતાનું શહેર બનવાનું શરુ કરી દીધું જ્યાતેમને સફળતાપૂર્વક તેમના સમુદાયનું નિર્માણ કર્યું અને હજારોની સંખ્યામાં તેમના આશ્રમમાં શ્રદ્ધાળુઓ આવવા માંડ્યા.
➡1980 ના સમયગાળા માં તેઓ પોતાનો વધુ સમય એકલામાં વીતાવા લાગ્યા અને 1981-1984દરમ્યાન તેમના પ્રવચનો નો વિડિઓમાં સંગ્રહ થવા લાગ્યો.તેજ સમય દરમ્યાન તેમના સમુદાય અને સરકાર વચ્ચે મુશ્કેલીઓ વધવા માંડી,એવા ખબર મળ્યાહતા કે તેમના અનુયાયીઓ ધોખાધાડી અને હત્યા જેવા ગંભીર અપરાધમાં ભાગીદાર મળ્યા અને પોલીસ થી બચવામાટે અમુક લોકો ભાગી પણ ગયા પરંતુ 1985માં તેઓ ઝડપાય ગયા અને તેમના પુરા સુદાયને અમેરિકા છોડવાનો આદેશમાંલયો.
➡ ત્યારબાદ થોડા મહિનાઓ માટે ઓશોએ નેપાળ આયર્લેન્ડ ,ઉરુગેય અને જમાઇકા સહીત દુનિયાભરના અનેક દેશોની યાત્રા કરી પરંતુ ત્યાં તેમને લમ્બો સમય રેહવાની પરવાનગી હતી નહિ.
ભારત માં તેમની વાપસી અને તેમનું મૃત્યુ :
1987માં તેઓ ભારત પાછા આવ્યા અને ફરીથી તે લોકોને ધ્યાન નો પાઠ ભણાવા લાગ્યા.ફેબ્રુઆરી 1989માં તેઓએ પોતાનું નામ ઓશો રજનીશ રાખ્યુંઅને સપ્ટેમ્બર મહિનામાં ફરી તેમનું મન ઓશો રાખ્યું.
19 જાન્યુઆરી 1990માં 58 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે તેમની મૃત્યુ થયું.
તેમના પુણે આવેલા આશ્રમને ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ નામથી ઓળખાય છે જ્યાં દરવર્ષે 2લાખ થી પણ વધુ યાત્રિકો વિશ્વના અલગ અલગ જગ્યાએ થી આવતા જોવા મળે છે.