ગાયનું છાણ સામાન્ય રીતે ઘર અને ફળિયામાં લીપણ માટે ઉપીયોગી હોય છે અને તેને કુદરતી ઠંડક માટે વાપરવામાં આવે છે. પરંતુ ફેસ બુક ઉપરની આ પોસ્ટ જોયા પછી iGujju.com ની ટીમને લાગ્યું કે ક્રિયેટિવિટી અને કુદરતી સંપત્તિનું આવું કોમ્બિનેશન પણ હોઈ શકે !!
આ કરના માલિકે પોતાની ગાડીને છાણથી લિપિને કુદરતી એર કન્ડિશન ટેકનોલોજી વળી બનાવી દીધી છે !! આ મેસેજ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આ કારનું પાસિંગ મુંબઈ નું દેખાય છે પરંતુ કાર અમદાવાદ માં હોવાનો દાવો ઓન લાઈન કરવામાં આવે છે.
કંઈપણ કહો પણ આને કાગેવાય ખરી ગુજ્જુલોજી… !! આઈ ગુજ્જુ આવા આવિષ્કારી ભેજાને સલામ કરે છે