બીજેપી દ્વારા સમગ્ર ભારત માં ખૂજબ મોટો બહુમત મેળવી મોદી સરકાર આવતા પાંચ વર્ષ માટે ફરી સત્તા માં આવી ગઈ છે. અમારી તેમ શ્રી નરેન્દ્ર મોદીને સરકારમાં આવવા બાદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.
મહાગઠબંધન અને પ્રિયંકા ગાંધીના મહા પ્રચાર અને આક્ષેપો વચ્ચે ભાજપા ની જીત એ દેશનો બદલતો ટ્રેન્ડ બતાવે છે. તે વિકાસ અને દેશ હિતને જાતિવાદ અને ધર્મ વળી રાજનીતિ થી પરે રાખવા ઈચ્છતો નવો ભારતીય વિચાર દર્શાવે છે.
વિજય સમાચાર પછે મોદી દ્વારા ભાજપ કાર્યાલય ઉપર આવી અને લોક લાગણીને વધાવી હતી. અમિત શાહ અને અન્ય નેતાઓ પણ સાથે રહી અને જનાદેશ ની વધાવી લીધો હતો. આ કાર્યક્રમ માં મોદીએ નિસ્વાર્થ અને કોઈની પણ બુરાઈ ન ઇચ્છવા માટેનું પ્રણ પણ લીધું હતું અને દેશને સમર્પિત જીવન જીવવાની પ્રતિજ્ઞા પણ કરી હતી.
હમણાં જ મળતા સમાચાર મુજબ આ વિજય નિમિત્તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડી વાર પહેલા અભિનંદન અને શુભેચ્છા સંદેશ પણ મોદી સરકાર ને પાઠવવામાં આવ્યો હતો.