એક વોટ્સએપ ગ્રૂપ ઘણા સમયે હોટેલ માં ભેગું થયું.
બધા એક બીજા ને ખૂબ પ્રેમ થી મળ્યાં. તેઓએ હોટેલ માં લંચ લીધું. પછી હોટેલ નું બીલ ભરવા રકઝક થઈ બધા જ બીલ ભરવા ઉતાવળાં હતાં. આ પ્રેમ જોઇ મેનેજર ખૂબ ખુશ થયો. કોણ બીલ ચૂકવશે તેનું અનુમાન કરવા લાગ્યો.
ત્યાં ગૃપ નો એડમીન ઊભો થયો તેણે જાહેર કર્યું કે આપણે સૌ હોટેલ નું એક ચક્કર દોડી ને પુરું કરીએ જે સૌથી પહેલાં હોટેલ માં પ્રવેશે તે બીલ ચૂકવશે.
બધા સહમત થયા.
એટલે હોટેલ ના મેનેજરે કહ્યું કે તે વ્હીસલ મારશે પછી તમે દોડ શરૂ કરો. બધા એ સહમતી આપી.
મેનેજરે સીટી મારી એટલે બધા હોટેલ નો રાઉન્ડ મારવા દોડ્યા….
આજે ત્રીજા દિવસે પણ કોઈ હોટેલમાં પાછું આવ્યું નથી…
મેનેજર રાહ જોઈ રહ્યો છે…..
હવે આપણે ક્યારે લંચ કે ડિનર લેવા ભેગા થવું છે ???


















































