તમારી ને મારી આંખોનાં અશ્રુ,
એજ તમારા ને મારા વિરહની નિશાની…
તમારા ને મારા મુખ પરના ભાવ,
એજ તમારા ને મારા પ્રેમની નિશાની…
તમારી ને મારી પહેલી મુલાકાતની ઘડીઓ,
એજ આપણાં આનંદનો મહાસાગર…
તમારી ને મારી એ તારામૈત્રી ,
એજ આપણાં આ જીવન-સંગાથની નિશાની…
તમારી ને મારી એ મિલન માટેની તડપ,
એજ તમારા ને મારા પ્રેમની નિશાની…
તમારી એ સ્પર્શની આતુરતા ને મારી આનાકાની,
એજ તમારા ને મારા સંયમ ની નિશાની…
તમારો એ મારા પ્રત્યેનો માન-સન્માન ને આદર-સ્નેહ,
એજ તમારા ને મારા પ્રેમની પવિત્રતા…
તમારી એ બહુબોલી ને મારું સદા મૌન,
એજ આપણાં અનોખા સંબંધનું ગાન…
તમારી ને મારા અંતરની આ ઉદાસી,
એજ તમારી ને મારી લાગણીની નિશાની…
તમારા ને મારા અંતરનો આ ખાલીપો,
એજ આપણાં ઉત્કટ પ્રેમની નિશાની…
તમારી ને મારી એ એકમેક પ્રત્યેની કાળજી,
એજ તમારા ને મારા હેતની નિશાની…
તમારું એ રીસાવું ને મારું પ્રેમથી માની જવું,
એજ તમારા ને મારા નિઃસ્વાર્થ પ્રેમ-સ્નેહની નિશાની…
તમારો ને મારો એ સ્પર્શ વિનાનો સ્નેહસબંધ,
એજ આપણાં નિર્મલ સ્નેહની નિશાની…
તમારા ને મારા અંતરની એ દિવ્ય અનુભૂતિ,
એજ આપણાં વણસ્પર્શેલ અહેસાસની નિશાની…
તમારી ને મારી એ ક્ષણેક્ષણની યાદો,
એજ આપણાં અટૂટ સંબંધની નિશાની…
તમારા ને મારા હૃદય ની એકરૂપતા ને સમીપતાં,
એજ આપણાં અમર સંબંધની “ખુશી” ની નિશાની…
વિજયા ડી ગારડે.”ખુશી”


















































