એક ગણિત શિક્ષક ફરવા ગયાં !!
સાંજે રેસ્ટોરન્ટમાં પિઝા ખાવા ગયા !!
તેણે મેનુ જોયું અને 9 ઇંચનો પિઝા મંગાવ્યો !!
થોડી વાર પછી વેઈટર ગુરુજીની સામે 5 ઈંચના બે ગોળાકાર પીઝા સાથે દેખાયો અને કહ્યું, … “સર! 9 ઇંચનો પિઝા ઉપલબ્ધ નથી, તેથી તમને 5-5 ઇંચના બે પિઝા આપવામાં આવી રહ્યા છે, જેથી તમને 1 ઇંચનો પિઝા મફતમાં મળી રહ્યો છે!”
ગણિતના શિક્ષકે પેલા વેઈટરને રેસ્ટોરન્ટના માલિકને બોલાવવા કહ્યું!
જ્યારે રેસ્ટોરન્ટના માલિક આવ્યા ત્યારે ગુરુજીએ તેમને ખૂબ પ્રેમથી પૂછ્યું કે, “તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?”
માલિકે કહ્યું, ‘સાહેબ! હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું.”
ગુરુજીએ ફરી પૂછ્યું કે, “તમે ગણિત ક્યાં સુધી ભણ્યા છે?”
માલિકે કહ્યું, “સાહેબ! ગ્રેજ્યુએશન સુધી!”
ત્યારે ગુરુજીએ કહ્યું કે, “શું તમે મને કહી શકો કે ગણિતમાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે?”
માલિકે કહ્યું, “સર, “Πr²” એટલે કે… Π×ત્રિજ્યા×ત્રિજ્યા”.
ગુરુજીએ કહ્યું,
“ઓકે, સરસ.”..!
આગળ તેમણે કહ્યું, “હવે જ્યાં Π = 3.142857 અને તેની સાથે ગુણકારમાં વર્તુળની ત્રિજ્યાનો વર્ગ છે.”
સાહેબે આગળ ચલાવ્યું, “મેં તમને 9 ઇંચ વ્યાસના પિઝાનો ઓર્ડર આપ્યો, જેનો સૂત્ર અનુસાર વિસ્તાર 63.64 ચોરસ ઇંચ છે!, શુ હું સાચો છું ?”
રેસ્ટોરાં માલિકે કહ્યું, “હા! તમે એકદમ સાચા છો!”
હવે ગુરુજીએ આગળ કહ્યું કે, “તમે મને 5 ઈંચના બે પિઝા આપ્યા છે એમ કહીને તમને 1 ઈંચનો પિઝા ફ્રી આપવામાં આવી રહ્યો છે …
હવે તમે એક 5 ઈંચના એક પિઝાનો વિસ્તાર ગણી કાઢો!
જે થયો 19.64 ચોરસ ઇંચ,
અને એવા 2 પિત્ઝાનું કુલ ક્ષેત્રફળ થાય 39.28 ચોરસ ઇંચ”
હવે ગુરુજીએ કહ્યું કે, “જો તમે મને ત્રીજો 5 ઇંચ(ત્રિજ્યા)નો પિઝા આપો તો પણ હું ખોટમાં રહીશ!!!
અને તમે કહી રહ્યા છો કે મને 1 ઇંચનો પિઝા મફતમાં આપવામાં આવી રહ્યો છે!!!”
રેસ્ટોરન્ટનો માલિક ચૂપ થઈ ગયો!!
પોતાની ચોરી અને ખોટી દાનત પકડાઈ જાય પછી એવા લોકો કોઈ જવાબ આપતા નથી!!
અંતે તેણે ગુરુજીને 5 ઇંચના 4 પિઝા આપીને પોતાનો જીવ બચાવ્યો !!
બસ, આવી જ રીતે મોલ વાળાઓ, નેટવર્કિંગ વિક્રેતાઓ અને ઓનલાઈન વિક્રેતાઓ તેમજ વિદેશી કમ્પનીના ભારતીય ફ્રેન્ચાઈઝી ધારકો તમને છેતરે છે…!
અને તમો, સ્ટેટ્સ સિમ્બોલ ના ચક્કર માં બુદ્ધિ ગીરવે મૂકીને હોંશે હોંશે છેતરાવ છો…!
કૃપા કરીને શિક્ષકો ને ક્યારેય ઓછા ન અંદાજશો, ખાસ કરીને વિજ્ઞાન ગણિત ના શિક્ષકને…!
આદરણીય શિક્ષકોને સમર્પિત !!


















































