Facebook ખોલું કે ખોલું Youtube
જરા ખોલું વિન્ડો હું Instagramની
ઠેર ઠેર ધર્મના નામની છે ધાડ
જાણે સીઝન આવી છે પ્રભુ રામની
રામના વનવાસ ઉપર લે છે જે ગર્વ
એના બાપા છે ઘરડા તે ઘરમાં
ભરત-મિલાપ વિશે વાતો કરનાર
ભાગ માંગે છે ભાઇના ખેતરમાં
રામનામ લઇ જેમ પથરા તર્યા
એમ વસ્તી તરે છે ગામે ગામની….(ઠેરઠેર)
“શબરી પ્રતીક્ષા”નો કિસ્સો કહેનાર
દેવદર્શનની લાઈન રોજ તોડે
અગ્નિપરીક્ષાને મૂળથી વખોડનાર
પત્ની સંગ રોજ સર ફોડે
અહલ્યા જેમ સાવ પથ્થર બનેલી
આ માણસાઈ બોલો શું કામની?….(ઠેરઠેર)
ચિરાગ ત્રિપાઠી


















































