પુણ્ય ભૂમિ ભારતમાં આજ લોકશાહીનું રૂડું પર્વ ઉજવાય છે,
હર ભારતીય આનંદ આનંદથી ગર્વભેર આજે મલકાય છે.
ગણતંત્ર તો છે આધુનિકને વિકાસશીલ રાષ્ટ્ર નિર્માણનો પાયો,
પડકારોની સામે જ બંધારણનું ગૌરવ જાળવી છલકાય છે.
ન્યાયપૂર્ણ વાતાવરણમાં સમૃદ્ધિનું નિત્ય નવ નિર્માણ કરે છે,
ચારેકોર વિકસિત ભારત જોઈ હર ભારતીય હરખાય છે.
ધર્મ કર્મ ભક્તિ ભાવમાં સૌથી પ્યારું પ્યારું ન્યારું ન્યારું છે આ ભારત,
જ્યાં જ્યાં વસે છે ભારતીય ત્યાં ત્યાં ભારતની પુણ્ય ભૂમિ સમજાય છે.
માતૃભૂમિની સ્વતંત્રતા માટે શહીદોનું મહાબલિદાન,
હર ભારતીયના મનમાં આદર ગૌરવ ભાવ સદા ઉભરાય છે.
-દિનેશ નાયક “અક્ષર”


















































