ચાલો એક એવું ભારત બનાવીએ
ચાલો એક એવું ભારત બનાવીએ,
આ જાતિવાદ,જ્ઞાતિવાદ અને પૂર્વગ્રહ છોડી એક માનવતાવાદી રાષ્ટ્ર બનાવીએ,
ટેકનોલોજીના નશામાં ધૂત થયેલા માણસોને માનવ બનાવીએ,
સમાનતા,એકતાથી સૌ સાથે રહે એવું એક આંગણ બનાવીએ,
ઊંચ નીચને ભૂલી જઈએ સમાનતા માટે કઈક સારું બનાવીએ,
સૌ સાથે મળી કરીએ કામ આ ભારતને ફરી મારું બનાવીએ,
ભાઈચારાની ભાવના વધતી રહે એવું એક ભારત બનાવીએ,
વિશ્વ પણ જેને વંદન કરે ચાલો એક એવું ભારત બનાવીએ,
– વર્તમાનનો વિપુલ (વિપુલ પરમાર)


















































