વારાહી એ સપ્તમાતૃકાઓમાંના છટ્ઠા દેવી એક છે. વરાહના મસ્તક સાથે પ્રગટ થયેલ વારાહી વિષ્ણુના વરાહ અવતારની શક્તિ માનવામાં આવે છે.
વારાહીની પૂજા હિન્દુ ધર્મની ત્રણ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે: શૈવ ધર્મ (શિવભક્તો), બ્રાહ્મણવાદ (બ્રહ્માના ભક્તો), અને ખાસ કરીને શક્તિ (દેવી ઉપાસના). ગુપ્ત વામમાર્ગ તાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમની પૂજા કરે છે, તેમની સામાન્ય રીતે રાત્રે પૂજા કરવામાં આવે છે. બૌદ્ધ દેવીઓ વ્રજવૃહિ અને મારિચીની ઉત્પત્તિ હિન્દુ દેવી વરાહીથી થયેલ હોવાનું મનાય છે.
માર્કન્ડેય પુરાણ નામના ધાર્મિક ગ્રંથ મુજબ દેવી મહાત્મ્યની શુભા-નિશુમ્ભ કથા અનુસાર, માતૃકા દેવીઓ દેવતાઓના શરીરમાંથી શક્તિ સ્વરૂપે પ્રગટ થયેલી. તેમનું શીશ વરાહ એટલે કે ભૂંડના સ્વરૂપે છે, તેમના આઠ હાથમાં ચક્ર, ત્રિશૂળ, પરશુ, હળ, શંખ, દંડ, પાશ અને અભયમુદ્રા ધારણ કરેલા છે. તેમને લાલ વસ્ત્રોમાં લાલ કમળ પર બેસેલા દર્શાવવામાં આવે છે.


















































