હવે ઘરે ઘરે ગેસ ગીઝર જોવા મળે છે. જેથી તમારા માટે આ કામના સમાચાર છે. મહેરબાની કરીને તેને અવગણતા નહીં. ગેસ ગીઝરને વાપરતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ત્યારે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારે ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

* ગેસ ગીઝરમાં લીકેજ હોય તો તેમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ બહાર આવે છે. જેનાથી તમને ઉબકા કે ઉલ્ટી આવી શકે છે.
* બાથરૂમ અને રસોડા જેવી જગ્યાએ લગાવ્યું હોય તો વેન્ટિલેટર હંમેશા ખુલ્લા રાખો.
* આખો દિવસ ગેસ ગીઝર ચલાવવાનું ટાળો. જરૂર હોય ત્યારે જ ગેસ ગીઝરને ચાલુ કરો.
* બંધ જગ્યાએ ગેસ ગીઝર ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં.
* ગેસ ગીઝર ચેક કરતા રહો. કોઈ લીકેજ અથવા અન્ય કોઈ સમસ્યા છે. તો તાત્કાલિક તેને રિપેર કરાવો.
* બાથરૂમમાં નહાવાનું શરૂ કરતા પહેલા ગેસ ગીઝર બંધ કરી દો. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને.
ગેસ ગીઝર શું છે તે સમજો ગેસ ગીઝર ઇલેક્ટ્રિક ગીઝરથી અલગ હોય છે. તે એલપીજી પર ચાલે છે અને પાણીને ગરમ કરે છે. તેમાં ટાંકીના તળિયે બર્નર છે, જ્યારે ગરમ પાણી પાઇપ દ્વારા તળિયે પહોંચે છે. ગેસ ગીઝર ઇલેક્ટ્રિક ગીઝર કરતા સસ્તા છે. તે ચલાવવા માટે ખૂબ ખર્ચાળ નથી. આ જ કારણ છે કે ઘણા લોકો ગેસ ગીઝર પસંદ કરે છે.


















































