ગુજરાતમાં મોટાભાગના લોકોના ઘરે રવિવારના દિવસે દાળ ઢોકળી બનતી હોય છે. દાળ ઢોકળી અનેક લોકોને ભાવતી હોય છે. ગરમ-ગરમ દાળ ઢોકળી ખાવાની મજા પણ કંઇક અલગ આવે છે. આમ, જો તમે આજથી આ રીતે દાળ ઢોકળી બનાવશો તો ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બનશે.
સામગ્રી
- 200 ગ્રામ તુવર દાળ
- 200 ગ્રામ ઘઉંનો કકરો લોટ
- હળદર
- લાલ મરચું
- અજમો
- લવિંગ
- તજ
- રાઈ
- લીમડાનાં પાન
- હિંગ
- સીંગદાણા- 15-10 દાણા
- તેલ 3 ચમચી
- મીઠુ સ્વાદાનુંસાર

બનાવવાની રીત - સૌ પ્રથમ કુકરમાં પહેલા દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો.
- હવે એક થાળીમાં ઘઉંનો કકરો લોટ લઈ એમાં અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ અને એક ચમચી તેલ નાખી ભાખરી જેવો લોટ બાંધી લો.
- બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમાં પ્રમાણસર પાણી નાખો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો,
- ત્યારબાદ મરચાની પેસ્ટ નાખી સાંતળો.
- હવે એમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો અને દાળ ઉકળવા દો.
- હવે લોટના લુઆ કરી એની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો.
- હવે આમાં તમારા ટેસ્ટ મુજબ ગળપણ તરીકે ગોળ એડ કરો.
- છેલ્લે કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો.
- તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ‘દાળ ઢોકળી’
જો તમે આ રીતે ઘરે દાળ ઢોકળી બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને ઘરના લોકો હોંશેહોંશે ખાશે. દાળ ઢોકળી ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. આ માટે દાળ ઢોકળી થઇ જાય પછી એને ધીમા ગેસે તવી મુકો અને એની પર કુકર મુકી રાખો.


















































