અનેક ગુજરાતીઓના ઘરમાં રવિવારના દિવસે કંઇને કંઇ ફરસાણ બનતું હોય છે. કોઇ ખમણ બનાવે તો, કોઇ સેન્ડવીચ ઢોકળા, આમ દરેક લોકો આ દિવસને વેરાયટી બનાવીને પેટ ભરીને ખાતા હોય છે. પણ જો તમે ઘરે સેન્ડવીચ ઢોકળા બનાવો છો અને બહાર જેવા નથી બનતા તો નોંધી લો આ રેસિપી તમે પણ…

સામગ્રી
- 2 કપ ચોખા
- 1 કપ અડદની દાળ
- ¼ ચમચી લીંબુના ફુલ
- 1 ચપટી સોડા
- મીઠુ સ્વાદ મુજબ
- ½ કપ ગ્રીન ચટણી
- 2 ચમચી તેલ
- વઘાર માટે
- 3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી તલ
- 10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી લાલ મરચા સમારેલા
બનાવવાની રીત
- સૌ પ્રથમ ચોખા અને અડદ દાળને ધોઈને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો.
- પછી એમાંથી વધારાનું પાણી કાઢીને પલાળેલા ચોખા અને અડદની દાળને ગ્રાઈન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
- આ પેસ્ટમાં જરૂર મુજબ પાણી રેડીને ઈડલી જેવું ઘટ્ટ ખીરૂ બનાવી લો.
- હવે એમાં લીંબુના ફુલ, મીઠુ અને 2 ચમચી તેલ ઉમેરો અને આખી રાત આથો આવવા મુકી દો.
- ત્યારબાદ એક બાઉલમાં ¼ ચમચી સોડા (આમાં તમે ઈનો પણ નાંખી શકો છો), 1 ચમચી તેલ અને 2 ચમચી પાણી મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને આથો આવેલા ખીરામાં રેડીને સારી રીતે હલાવી લો.
- એક થાળીમાં તેલ લગાવી લો. તેમાં ખીરૂ રેડીને પાતળુ લેયર કરો અને થાળીને ઢોકળીયામાં 4-5 મિનીટ વરાળે બાફી લો.
- આ લેયર અધકચરૂ થઇ જાય પછી એના પર લીલી ચટણીનું લેયર કરો અને ઉપર ફરી બાકીનું ખીરૂ રેડી દો.
- થાળીને ફરી ઢોકળીયામાં મુકી દો અને વરાળે 10 મિનીટ બફાવા દો.
- તો તૈયાર છે સેન્ડવીચ ઢોકળા
આ રીતે સેન્ડવીચ ઢોકળાનો વધાર કરો
- વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો.
- હવે એમાં રાઈનો વઘાર કરો.
- પછી તેમાં તલ, મીઠો લીમડો અને મરચા ઉમેરીને તરત જ ગેસ પરથી ઉતારીને ઢોકળા પર રેડી દો. તો તૈયાર છે સેન્ડવીચ ઢોકળા.


















































