ફેસ પર થતા ખીલ ચહેરો બગાડીને મુકી દે છે. ખીલની સાથે-સાથે કાળા ડાધા-ધબ્બા દેખાવમાં પણ બહુ ખરાબ લાગતા હોય છે. અનેક છોકરીઓ આ વાતને લઇને હેરાન-પરેશાન થઇ જતી હોય છે. આમ, જો તમારા ફેસ પર પણ ખીલ થયા છે અને તમે આનાથી કંટાળી ગયા છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે, જે તમારા પિંપલ્સને દૂર કરી દેશે. તો જાણી લો તમે પણ લસણ કેવી રીતે દૂર કરે છે તમારા ચહેરા પરના ખીલને…
લસણ અને ગુલાબજળ
લસણમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફેલેમેન્ટરી ગુણ હોય છે જે ચહેરાને ક્લિન કરવાનું કામ કરે છે. આ માટે લસણની 2 કળીને ઝીણી સમારી લો અને એમાં એક મોટી ચમચી ગુલાબજળ મિક્સ કરો. ત્યારબાદ તમને જ્યાં ખીલ થયા છે ત્યાં લગાવો અને 5 થી 10 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. આ ખૂબ અસરકારક ઉપાય છે.
લસણ અને દહીંનું માસ્ક
લસણની 4 કળીઓને મેશ કરી લો અને એમાં એક મોટી ચમચી દહીં મિક્સ કરીને ચહેરાને સાફ કરી લો અને એને 5-10 મિનિટ સુધી લગાવેલું રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. લસણ અને દહીં તમારા ફેસ પરના બધા ખીલ તેમજ કાળા ડાધા ધબ્બાને અઠવાડિયામાં જ દૂર કરી દેશે.
લસણ અને મધનું માસ્ક
લસણ અને મધમાં પ્રાકૃતિક જીવાણુંરોગી ગુણ હોય છે. આ સિવાય સ્કિનને મોઇશ્યુરાઇઝર કરવાનું પણ કામ કરે છે. આ માટે 3 થી 4 કળી લસણ લઇને એને મિક્સરમાં ક્રશ કરી લો અને એમાં એક ચમચી મધ એડ કરો. ત્યારબાદ આ પેસ્ટમાં અડધી ચમચી હળદર મિક્સ કરો. આ માસ્ક તમે ખીલ પર અને કાળા ડાધ પર લગાવો. આ પેસ્ટ તમારે રોજ રાત્રે ચહેરા પર લગાવવાની રહેશે. હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.


















































