10ડિસેમ્બર એટલે વિશ્વ માનવ અધિકાર દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ હુમાન રાઈટ્સ એન્ડ ડ્યુટીસ અને સેંટર ઓફ એક્સસલેન્સ ( સ્કૂલ ઓફ લૉ – ગુજરાત યુનિવર્સિટી) દ્વારા વિશ્વ્ માનવ અધિકાર દિવસની ઉજવણી “ઇક્વાલિટી: રિડ્યુસિંગ ઇનઇક્વાલિટીઝ , એડવાન્સિંગ હુમાન રાઈટ્સ ” થીમ પાર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશનના ચેરમેન જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી,સદસ્ય, ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશન આઈ. પી. એસ. શ્રી જે. કે. ભટ્ટ , ફેકલ્ટી ઓફ ગાંધીયન સ્ટડીઝ ના ડીન શ્રી પ્રેમાનંદ મિશ્રા, ગુજરાત ઉનીવેરીસ્ટી ના ઉપ કુલપતિ શ્રી જગદીશ ભાવસાર, પ્રો. એસ. પી. રાઠોડ અને પ્રો. ભાવેશ ભરાડ, અધ્યક્ષ , ડિપાર્મેન્ટ ઓફ હ્યુમન રાઈટ્સ એન્ડ ડ્યુટીઝ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી રવિકુમાર ત્રિપાઠીજી એ વિશ્વ માનવ અધિકાર દિવસ 2021ની થીમ “ઇક્વાલિટી: રિડ્યુસિંગ ઇનઇક્વાલિટીઝ , એડવાન્સિંગ હુમાન રાઈટ્સ ” વિષે બંધારણીય જોગવાઈઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની તેમ જ ન્યાય સંગતતા કેળવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારુ શું અને મારે શું જેવા ઉદબોધનથી દૂર રહી અને નિસ્વાર્થ વૃત્તિ સાથે સમાનતા કેળવવાની ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૃત થવા અપીલ કરી હતી. આ સાથે સદસ્ય, ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશન, આઈ. પી. એસ. શ્રી જે. કે. ભટ્ટ સાહેબે પણ અલગ અલગ કાયદાઓ કઈ રીતે માનવ અધિકારો નું રક્ષણ કરે છે તેની માહિતી આપીને સમાજમાં સમાનતા લાવવા માટે યુવાનોને મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની જરૂર પર ભાર મુકેલ.


















































