જો રાહુ વ્યક્તિની કુંડળીમાં શુભ હોય, તો તે વ્યક્તિને ખૂબ સારા પરિણામ મળે છે. તે વ્યક્તિને આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા આપે છે અને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરી આપે છે. રાહુ તેના મિત્ર ગ્રહો સાથે સારું ફળ આપે છે. એથી ઉલટું, જો કોઈની કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી હોય અથવા તે કષ્ટ ભોગવી રહ્યો હોય તો તે જાતક માટે સારું માનવામાં આવતું નથી. રાહુ તેના શત્રુ ગ્રહોથી નબળો બને છે. એકંદરે, એમ કહી શકાય કે રાહુ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસર કરે છે.
સકારાત્મક અસર – રાહુ જો કોઈની કુંડળીમાં શુભ હોય તો વ્યક્તિના મગજમાં શુભ વિચારો ઉત્પન્ન થાય છે, જેનાથી સારી ક્રિયાઓ થાય છે. જો કોઈ વ્યક્તિની બુદ્ધિ યોગ્ય દિશામાં આવે છે, તો તે ઊંચાઈ મેળવી શકે છે. રાહુની સકારાત્મક અસરથી, વ્યક્તિ બુદ્ધિથી કાર્ય કરે છે અને જો કોઈ વ્યક્તિ તેની બુદ્ધિ પર કાર્ય કરે છે, તો સૌથી મોટી પદવી મેળવી શકે છે. ઉચ્ચ રાહુ જાતકને સ્પષ્ટ વક્તા બનાવે છે. સ્વગૃહી રાહુ જાતકને ભાગ્યશાળી અને ઉચ્ચ પદાસને બેસાડે છે.
નકારાત્મક અસર – નીચ રાહુને લીધે, જાતકને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ માનસિક અને શારીરિક રીતે પણ થઈ શકે છે. પીડિત રાહુને લીધે હિચકી, ગાંડપણ, આંતરડાની સમસ્યાઓ, અલ્સર, ચરબી, હાડકા સંબંધિત રોગો, ગેસ્ટ્રિક વગેરેની સમસ્યાઓ જન્મે છે. જો કે નીચ રાહુ જાતકને દંગલ અને મુકદ્દમામાં વિજયી પણ બનાવે છે. નીચ રાહુ ચંદ્રના ઉપાયો દ્વારા દબાવવામાં આવતા જાતકના દિમાગમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ પેદા કરીને તેની માનસિક દશા બેચેન કરી નાખે છે અને જાતક શત્રુઓથી ઘેરાઈ જાય છે પણ આ જ રાહુ સમય આવ્યે એ જ શત્રુઓ પર જીત અપાવે છે.
મિત્રો, આપણે વર્ષોથી રાહુના નામથી ડરતા આવ્યા છીએ કારણ કે આપણને રાહુના શુભત્વ વિશે માહિતી મળી જ નથી. જે રાહુને આપણે દુર્ભાગ્યનો કારક છે, એ જ રાહુ જાતકને ખ્યાતિ અપાવવામાં, સિવિલ સર્વિસીસની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવામાં, જાસૂસી અને ગુપ્તચર એજન્સીના ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, જાદુગરી, કમ્પ્યુટર પ્રોગ્રામર, વ્યાખ્યાતા, મનોવૈજ્ઞાનિક બાબતો, માનસિક રોગોના નિષ્ણાત, રાજકારણ, પેરાનોર્ઓમલ એક્ટિવિટી (ભૂત-પ્રેતના સંશોધનક્ષેત્રે) અને રેડિયો / ટેલિફોન / ટેલિવિઝન સંબંધિત કામમાં મદદ કરી શકે છે તથા ભરપૂર સફળતા અર્પે છે.
રાહુ ગ્રહ માટે લાલ કિતાબના ઉપાય
- હંમેશાં તમારી સાથે ચાંદીનો ચોરસ ટુકડો રાખો.
- રાહુની વસ્તુઓ (બદામ, સીસું, જવ, સરસવ અને નાળિયેર) નદીમાં વહેવડાવો.
- ગંગામાં સ્નાન કરો.
- કાળા કૂતરાને ખવડાવો.
- અંધ લોકોને મદદ કરો.
- માંસ, માછલી અને દારૂનું સેવન ન કરો.
- હંમેશા ભ્રષ્ટાચારથી દૂર રહો.
- ગરીબોને આર્થિક મદદ કરો.
- લોખંડની વીંટી પહેરવાથી ફાયદો થશે.
- કાળા કપડાં ન પહેરવા.
- કાળી કે વાદળી ટોપી પણ ન પહેરવી.
- ખોટો સિક્કો નદીમાં વહેતો કરવો.
- ગૌમૂત્રથી દાંત સાફ કરવા.
રાહુ સંબંધિત અન્ય માહિતી
- સ્વામી દેવતા – દેવી સરસ્વતી
- પક્કા ઘર – 12
- ઉચ્ચ ઘર – 3,4,6
- નીચ ઘર – 1,2,5,7,8,9,10,11,12
- સમય – મધ્યરાત્રિ
- ઉંમર – 42 થી 48 વર્ષ
- મસ્નૂઈ (બનાવટી) ગ્રહ – મંગળ + શનિ (ઉચ્ચ)
સૂર્ય + શનિ (નીચ)


















































