રામ એટલે શું?
પરાણે સુઈ રહે તેને આ-રામ કહેવાય. જે સુઈને ફરી કદી ઉઠતો જ નથી, તેને હે રામ કહેવાય. મિત્ર જેવો લાગે એને સખા રામ કહેવાય. જે રાજાને આદર્શ માનીને રહે છે તેને રાજા રામ કહેવાય. હૃદયને જાણતો હોય તેને આત્મા રામ કહેવાય. અને એક પત્નીવ્રત પ્રમાણે વર્તતો હોય તેને સીતા રામ કહેવાય. ભગવાન પણ જેના પગ પૂજે તેને તુકા-રામ કહેવાય.
કોઈ પ્રસંગે હાથમાં શસ્ત્ર ઉપાડીને અન્યાય અને અધર્મી સામે લડનારાને પરશુ રામ કહેવાય. જે અખંડપણે ભગવાન શ્રીરામનો દાસ બનીને રહે તેને રામ દાસ કહેવાય. આજના યુગમાં જે સવારના પહોરમાં ઉઠાડે છે. તેને તો એલા રામ કહેવાય. જે સેવાનું વ્રત કરે છે તેને સેવા રામ કહેવાય. જે પ્રસાદ પણ ગળ્યા મેવાનો બનાવે છે તેને મેવા રામ કહેવાય. બીજું, આ લેખમાં લખેલું જેઓને સમજાયુ હશે તે સર્વેને રામ-રામ, રામ-રામ.
આમ જોવા જઈએ તો આ જેણે જેણે વાંચ્યું હશે, તેણે અજાણતા જ અઢાર વાર રામ-રામ નું નામ ઉચ્ચારણ કર્યું કહેવાય. બોલો જાણકારી મેળવવામાં જ વીસ વાર રામ-રામ લેવાયું કે નહીં?
આમ જુઓ તો કુલ હવે એકવીસ વાર તમે રામ-રામ કહ્યું. માટે મારા આપ સહુને જય જય શ્રીરામ. ચાલો, એમ કરીને આટલીવાર ‘રામ’ શબ્દ વાંચીને કે મનમાં ઉચ્ચારીને પણ રામ-નામ તો લેવાયું.
સર્વે મિત્રોને રામ-રામ.


















































