“લઇ તેગ લક્ષ્મી બાઈ જે , ઝાંસી તણી રાણી હતી
ઝૂઝી હતી રણ જંગમાં ,જે દુશ્મનો હણતી હતી
મરદો સમી એ માનુની ,પણ હતી હિન્દુસ્તાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં..”
———————————————————————–
રાણી લક્ષ્મી બાઈનું નામ સાંભળતા જ તેમની શૌર્યતા આપણી નજર સામે આવી જાય. રાણી લક્ષ્મીબાઈનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૮૨૮ બનારસના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું ઉપનામ મનુ બાઈ પણ હતું. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની જ હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પોષણ એમના પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી હતી. રાણી લક્ષ્મીબાઈ ના લગ્ન ૧૮૪૨માં ઝાંસી ના રાજા ગંગાધરરાવ નિવાલકર ની સાથે થયા હતા, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું.
૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો. મહારાણી લક્ષ્મી બાઇએ ખુબ જ ધીરજવાન અને સાહસી મહિલા હતા. જેથી રાજ્યને બચાવવા માટે તેણે સૈન્ય સંગઠન પણ શરૂ કર્યું.
જયારે બ્રિટીશ શાસકો જે ઝાંસી મેળવવા માંગતા હતા તેમણે ૭ માર્ચ, ૧૮૫૪ ના રોજ સરકારી ગેઝેટ બહાર પાડ્યું. જેમાં ઝાંસીને બ્રિટીશ સામ્રાજ્યમાં જોડાવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝાંસીના રાની લક્ષ્મી બાઈએ બ્રિટીશ શાસકોના આ આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. આ સિવાય ૧૮૫૭ માં ઓર્ખા અને દતિયાના પડોશી રાજ્યોએ ઝાંસી પર હુમલો કર્યો, પરંતુ મહારાણી લક્ષ્મી બાઇએ તેમની બહાદુરી રજૂ કરી અને ઝાંસીને જીતી લીધું. ત્યારબાદ વર્ષ ૧૮૫૮ માં અંગ્રેજોએ ઝાંસી પર હુમલો કર્યો. પરંતુ આ વખતે ઝાંસીને બચાવવા માટે તેઓ તાત્યા ટોપના નેતૃત્વ હેઠળ આશરે ૨૦૦૦૦ સૈનિકો સાથે લડ્યા. આ લડાઈ લગભગ ૨ અઠવાડિયા ચાલી હતી. આ યુદ્ધમાં, બ્રિટીશ લોકોએ ઝાંસીના કિલ્લાની દિવાલો કબજે કરી અને અહીં તેને કબજે કર્યું. તે જ સમયે, રાણી લક્ષ્મી બાઈએ એના સાહસથી એમના પુત્ર દામોદરને બચાવી લીધો હતો. પરંતુ યુદ્ધમાં રાણી ભારે ઇજાગ્રસ્ત થઈ હતી અને તે ઘોડામાંથી પડી હતી. રાણીઓ પુરુષોના કપડાં પહેરેલા હતા, તેથી બ્રિટીશ તેમને ઓળખી શક્યા નહીં અને યુદ્ધની ભૂમિમાં રાણીને છોડી દીધી. આ પછી રાણીના સૈનિકોએ તેમને નજીકના ગંગાદાસ મઠમાં લઈ ગયા. જેના પછી મહારાણી લક્ષ્મીએ તેમની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે “કોઈ અંગ્રેજ તેમના શરીરને સ્પર્શ કરશે નહીં”. આખરે આ રીતે, ૧૭ જૂન ૧૮૫૮ના રોજ, કોટાના સરાઈ પાસે રાની લક્ષ્મી બાઈને ગ્વાલિયરના ફુલ્બાગ વિસ્તારમાં વીરગતિ પ્રાપ્ત થઈ હતી….
ખુબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી…
શત શત નમન વિરાંગનાને…
Related
Continue Reading